JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

ઈન્ડોનેશિયાની નૌસેનાએ ચીનથી બાંગ્લાદેશ જતા 405 ટન વિસ્ફોટક રસાયણ ભરેલા જહાજને ઝડપી પાડ્યું

ઈન્ડોનેશિયાની નૌસેનાએ ચીનથી બાંગ્લાદેશ જતા 405 ટન વિસ્ફોટક રસાયણ ભરેલા જહાજને ઝડપી પાડ્યું
ઈન્ડોનેશિયાની નૌસેનાએ ચીનથી બાંગ્લાદેશ જઈ રહેલા એક શંકાસ્પદ જહાજમાંથી 405 ટન વિસ્ફોટક રસાયણ અને 40 લાખ સિમ કાર્ડ જપ્ત કર્યા છે. આ ઘટનાથી ભારતની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે અને સમગ્ર એશિયામાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

જાકાતો ખાતે બનેલી આ આંતરરાષ્ટ્રીય ઘટનામાં ઈન્ડોનેશિયાની નૌસેનાએ કોમોરાંસના ઝંડાવાળા જહાજ 'એમવી સ્ટાર લાઈન'ને ગત ૭ નવેમ્બરે પોતાની કસ્ટડીમાં લીધું હતું. આ જહાજ ચીનથી રવાના થઈને બાંગ્લાદેશના મોંગલા પોર્ટ તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ ઈંધણ ભરાવવા માટે બેલાવાન બંદરે રોકાયું ત્યારે સઘન તપાસ દરમિયાન તેનો પર્દાફાશ થયો હતો. છેલ્લા ૧૫ દિવસથી બેલાવાન ખાતે ઊભેલા આ જહાજમાંથી નૌસેનાએ ૩૬ કન્ટેનરો જપ્ત કર્યા છે, જેમાં અત્યંત ખતરનાક અને શક્તિશાળી ઓક્સિડાઈઝિંગ રસાયણ સમાન સોડિયમ પરક્લોરેટનો વિશાળ જથ્થો મળી આવ્યો છે.

આ જહાજમાં માત્ર વિસ્ફોટક સામગ્રી જ નહીં પરંતુ આશ્ચર્યજનક રીતે આશરે ૪૦ લાખ જેટલા સિમ કાર્ડ પણ મળી આવ્યા છે, જેના કારણે આ મામલો વધુ રહસ્યમય અને ખતરનાક બની ગયો છે. નિષ્ણાતોના મતે, જહાજમાંથી જપ્ત કરવામાં આવેલા ૪૦૫ ટન સોડિયમ પરક્લોરેટનો ઉપયોગ ઔદ્યોગિક પ્રક્રિયાઓ ઉપરાંત સો જેટલી શક્તિશાળી મિસાઈલો બનાવવા માટે થઈ શકે છે. આટલી મોટી માત્રામાં વિસ્ફોટક રસાયણ અને અસંખ્ય સિમ કાર્ડ્સનું આ પ્રકારે ગેરકાયેદ વહન થવું તે કોઈ મોટી ગુનાહિત કે આતંકવાદી સાજીશ તરફ ઈશારો કરે છે.

આ આખી ઘટનાએ પાડોશી દેશ ભારતની સુરક્ષા ચિંતાઓમાં ભારે વધારો કરી દીધો છે, ખાસ કરીને પૂર્વોતર ભારતમાં અશાંતિ ફેલાવવાનો ચીનનો કોઈ ગુપ્ત ઈરાદો તો નથી ને તેવા પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે એ વાતની ગંભીર ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ચીન આટલા મોટા પાયે બાંગ્લાદેશમાં શું રમત રમવા માંગે છે. હાલ ઈન્ડોનેશિયન સત્તાવાળાઓ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે અને આ જહાજ કયા હેતુસર અને કોના ઈશારે આટલો ખતરનાક સામાન લઈને જઈ રહ્યું હતું તેની સઘન પૂછપરછ ચાલી રહી છે.

દેશ-વિદેશ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES