JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

પે્કેજ્ડ ડ્રિંકિંગ વોટર બ્રાન્ડ્સ સામે FSSAI ની લાલ આંખ, બિસ્લેરીના સેમ્પલ અનસેફ જાહેર

પે્કેજ્ડ ડ્રિંકિંગ વોટર બ્રાન્ડ્સ સામે FSSAI ની લાલ આંખ, બિસ્લેરીના સેમ્પલ અનસેફ જાહેર
દેશની અગ્રણી પે્કેજ્ડ વોટર બ્રાન્ડ્સના સેમ્પલ લઈને FSSAI દ્વારા લેબ ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર કંપનીઓ સામે કાનૂની કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે.

દેશમાં ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાનું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા પે્કેજ્ડ ડ્રિંકિંગ વોટરનું ઉત્પાદન કરતી તમામ મોટી બ્રાન્ડ્સ સામે કડક મોરચો ખોલવામાં આવ્યો છે. ચાલુ એન્ફોર્સમેન્ટ ડ્રાઈવના ભાગરૂપે ઓથોરિટીએ બિસ્લેરી સહિતની અગ્રણી કંપનીઓની ફેક્ટરીઓ અને પ્લાન્ટ્સ પર ઓચિંતી તપાસ હાથ ધરી હતી અને સેમ્પલ એકત્રિત કર્યા હતા. આ અભિયાનનો મુખ્ય હેતુ સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે અને જે પણ કંપનીઓ સરકારી ધોરણોનું પાલન કરતી નથી જણાય, તેમની સામે કાયદાકીય રાહે કડક પગલાં લેવામાં આવશે.

આ વ્યાપક તપાસ અભિયાન દરમિયાન બિસ્લેરી ઈન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના પ્લાન્ટમાંથી લેવામાં આવેલું પે્કેજ્ડ ડ્રિંકિંગ વોટરનું સેમ્પલ લેબ ટેસ્ટમાં નાપાસ થયું હતું. FSSAI ના જણાવ્યા અનુસાર, આ સેમ્પલમાં બ્રોમેટેનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોવાનું જણાયું હતું, જેના કારણે તેને ફુડ સેફ્ટી એક્ટ, 2006 હેઠળ 'અસુરક્ષિત' જાહેર કરવામાં આવ્યું હતું. કંપનીની અપીલ બાદ આ સેમ્પલને રેફરલ ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું, જ્યાં તેમાં 'પોલીન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન્સ' (PAHs) જેવા હાનિકારક તત્વો મળી આવ્યા હતા. લેબના આ ચોંકાવનારા રિપોર્ટ બાદ ઓથોરિટી દ્વારા બિસ્લેરી સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે.

બીજી બાજુ, બિસ્લેરી કંપનીએ આ તમામ દાખલાઓ અને આરોપોને ફગાવતા જણાવ્યું છે કે તેનું પે્કેજ્ડ પીવાનું પાણી ઉપભોક્તાઓ માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે. કંપનીના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે તેઓ દસ-તબક્કાની મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયામાં નેવુંથી વધુ કડક ક્વોલિટી ટેસ્ટ કરે છે અને અત્યાર સુધી તેમને નિયમનકાર તરફથી સત્તાવાર રીતે કોઈ નોટિસ મળી નથી. આમ છતાં, ગ્રાહકોની સુરક્ષાને સર્વોપરી ગણતી બિસ્લેરીએ આ સમગ્ર મુદ્દાના ઉકેલ માટે ખાદ્ય નિયમનકારને પૂરો સહયોગ આપવાની ખાતરી આપી છે, જ્યારે FSSAI ની આ કડકાઈથી સમગ્ર પે્કેજ્ડ વોટર ઉદ્યોગમાં હલચલ મચી ગઈ છે.

આરોગ્ય વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES