JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

રાજકોટના હોસ્પિટાલિટી ક્ષેત્રે નવો અધ્યાય: માધાપર સર્કલ ખાતે 'રેજેન્ટા ક્રિસ્ટલ' હોટલનો ભવ્ય શુભારંભ

રાજકોટના હોસ્પિટાલિટી ક્ષેત્રે નવો અધ્યાય: માધાપર સર્કલ ખાતે 'રેજેન્ટા ક્રિસ્ટલ' હોટલનો ભવ્ય શુભારંભ
આંતરરાષ્ટ્રીય સુવિધાઓથી સજ્જ અને દેશભરમાં નામના મેળવનાર રોયલ ઓર્કિડ રેજેન્ટા જૂથ દ્વારા રાજકોટના માધાપર સર્કલ ખાતે 'રેજેન્ટા ક્રિસ્ટલ' હોટલ શરૂ કરવામાં આવી છે, જે પ્રવાસીઓ અને ઉદ્યોગકારોને વિશ્વસ્તરીય આતિથ્ય સત્કાર પૂરી પાડશે.

રાજકોટ શહેર આજે વિકાસની અભૂતપૂર્વ હરણફાળ ભરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, એઇમ્સ, અને ક્રિકેટ સ્ટેડિયમ જેવી અત્યાધુનિક સુવિધાઓ તેમજ વિશ્વવિખ્યાત લઘુ અને મધ્યમ ઉદ્યોગોના કારણે રાજકોટ દેશ-વિદેશના બિઝનેસમેન અને ટૂરિસ્ટોના નકશા પર અગ્રિમ સ્થાન ધરાવે છે. શહેરમાં સતત વધી રહેલા પ્રવાસીઓ અને વેપારીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, દેશભરમાં ૧૨૯થી વધુ હોટલની સફળ શ્રૃંખલા ધરાવતા પ્રતિષ્ઠિત 'રોયલ ઓર્કિડ રેજેન્ટા જૂથ' દ્વારા ક્રિસ્ટલ ગ્રુપના સહયોગથી માધાપર સર્કલ સ્થિત નેક્સસ બિલ્ડિંગમાં આ નવી હોટલનો શુભારંભ કરવામાં આવ્યો છે. હોટલના ઉદ્ઘાટન પ્રસંગે યોજાયેલી વિશેષ પત્રકાર પરિષદમાં રેજેન્ટા ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ-વેસ્ટ રાકેશ ડોગરા, એ.જી.એમ. યોગેશ ધિમન અને ક્રિસ્ટલ ગ્રુપના રાજુભાઇ ગાંધીએ આ પ્રોજેક્ટની વિસ્તૃત માહિતી આપી હતી.

આ હોટલની વિશેષતાઓ વિશે વાત કરતા સંચાલકોએ જણાવ્યું હતું કે, રાજકોટના વેપાર, ઉદ્યોગ અને પ્રવાસનના ઝડપી વિકાસ સાથે હોસ્પિટાલિટી ક્ષેત્રની માંગ પણ વધી છે. અહીં આવતા મુલાકાતીઓ અને શહેરીજનોને ઉત્તમ ડાઈનિંગ અનુભવ મળી રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને સ્વામિનારાયણ, વૈષ્ણવ અને જૈન સમાજની શુદ્ધ શાકાહારી ભોજનની પ્રીફરન્સને માન આપીને રેસ્ટોરન્ટમાં સંપૂર્ણપણે શુદ્ધ શાકાહારી ભોજન જ પીરસવામાં આવશે. આ ઉપરાંત, શહેરના વિશાળ ઉદ્યોગ સમૂહો, શૈક્ષણિક સંસ્થાઓ અને વિવિધ કોર્પોરેટ ઇવેન્ટ્સ માટે પોષણક્ષમ ભાવે ટેલર-મેડ લંચ અને ડિનર પેકેજ ડિઝાઇન કરવામાં આવ્યા છે. કોર્પોરેટ મીટિંગ્સ, પ્રેઝન્ટેશન્સ અને કોન્ફરન્સ માટે પણ અહીં અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે, સાથે જ શહેરના સ્પોર્ટ્સ પ્રેમીઓ અને ફિટનેશ ઉત્સાહીઓ માટે ખાસ જીમ અને સ્ટે-ડાઇનના આકર્ષક પેકેજો પણ રજૂ કરવામાં આવ્યા છે.

ભૌગોલિક દ્રષ્ટિએ આ હોટલનું લોકેશન અત્યંત વ્યૂહાત્મક અને સુવિધાજનક છે, જે પ્રવાસીઓ માટે બેસ્ટ વિકલ્પ સાબિત થશે. રાજકોટ રેલવે જંકશનથી માત્ર ૧૫ મિનિટ અને એસ.ટી. બસ સ્ટેશનથી ૨૦ થી ૨૫ મિનિટના અંતરે આવેલી આ હોટલથી હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફનો રસ્તો શહેરના ટ્રાફિકમાંથી પસાર થયા વગર ખૂબ જ આસાનીથી કમ્ફર્ટ ડ્રાઇવ દ્વારા સર કરી શકાય તેમ છે. રાજકોટ-જામનગર અને રાજકોટ-મોરબીના હાઇવેનું આ મુખ્ય ટચ પોઈન્ટ હોવાથી દ્વારકા, સોમનાથ અને સાસણ ગીર જતા પ્રવાસીઓ માટે પણ આ હોટલ અનુકૂળ કેન્દ્ર બનશે. સમગ્ર પત્રકાર પરિષદ અને આયોજન સન એડના સોનુભાઇ જોશી દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું, જેણે રાજકોટના પ્રવાસન ક્ષેત્રમાં એક નવો સીમાચિહ્ન સ્થાપિત કર્યો છે.

બિઝનેસ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES