JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
શિક્ષણ

મોરબી આઈટીઆઈમાં પાંચમો કૌશલ દીક્ષાંત સમારોહ સંપન્ન, તેજસ્વી તાલીમાર્થીઓનું પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માન

મોરબી આઈટીઆઈમાં પાંચમો કૌશલ દીક્ષાંત સમારોહ સંપન્ન, તેજસ્વી તાલીમાર્થીઓનું પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માન
મોરબી ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) માં ઉત્સાહભેર પાંચમો કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ વિશેષ પ્રસંગે વિવિધ ટ્રેડમાં સફળતા મેળવનાર તાલીમાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો અને મેડલ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

મોરબીની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) દ્વારા ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય તેમજ રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના માર્ગદર્શન હેઠળ વર્ષ-૨૦૨૬ નો પાંચમો કૌશલ દીક્ષાંત સમારોહ ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો. આ સમારોહનો મુખ્ય ઉદ્દેશ્ય તાલીમાર્થીઓની ટેકનિકલ સિદ્ધિઓને બિરદાવવાનો અને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા પૂરી પાડવાનો હતો. વિવિધ વ્યવસાયિક ટ્રેડમાં ઉત્તીર્ણ થઈને બહાર પડેલા યુવા તાલીમાર્થીઓનાં ચહેરા પર પોતાની મહેનતનું ફળ મળ્યાનો વિશેષ આનંદ જોવા મળતો હતો.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેલા અગ્રણી મહાનુભાવોના હસ્તે તેજસ્વી તાલીમાર્થીઓને ઓરિજિનલ માર્કશીટ, પ્રમાણપત્રો અને મેડલ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ઉપસ્થિત વક્તાઓએ યુવાઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં સખત પરિશ્રમ, શિસ્ત, આત્મવિશ્વાસ અને સતત કૌશલ્યવર્ધન એ જ સફળતાની ખરી ચાવી છે. તેમણે તાલીમાર્થીઓને સંસ્થામાં પ્રાપ્ત કરેલા ટેકનિકલ જ્ઞાનનો સચોટ ઉપયોગ કરીને ભવિષ્યમાં રોજગાર મેળવવા અથવા તો સ્વરોજગાર દ્વારા આત્મનિર્ભર બનવા માટે વિશેષ ભાર મૂક્યો હતો.

આ દીક્ષાંત સમારોહને સફળ બનાવવા માટે સંસ્થાના આચાર્ય એન. વી. ચનિયારાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કર્મચારીગણે ભારે જહેમત ઉઠાવી હતી. આ ભવ્ય આયોજનમાં આઈ.એમ.સી.ના ચેરમેન રાજુભાઈ ધમાસણા, વાઈસ ચેરમેન અમિતભાઈ કાસુન્દ્રા, સિરામિક એસોસિએશન (સેનેટરી વિભાગ) ના પ્રમુખ અજયભાઈ મારવાણીયા તેમજ ઉદ્યોગપતિઓ અશ્વિનભાઈ વિડજા અને સુધીરભાઈ પટેલ સહિતના પ્રબુદ્ધ મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહીને યુવાઓને આશીર્વાદ પાઠવ્યા હતા.

શિક્ષણ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES