JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

ગુજરાતમાં NH-51 ના વિસ્તરણને વેગ: સુરેન્દ્રનગરમાં જમીન સંપાદન માટે ગેઝેટ નોટિફિકેશન જાહેર

ગુજરાતમાં NH-51 ના વિસ્તરણને વેગ: સુરેન્દ્રનગરમાં જમીન સંપાદન માટે ગેઝેટ નોટિફિકેશન જાહેર
ગુજરાતમાં રોડ-ટ્રાન્સપોર્ટના માળખાને વધુ મજબૂત બનાવવા નેશનલ હાઈવે-51 ના વિસ્તરણની તૈૈયારીઓ તેજ થઈ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન સંપાદન માટે કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં માર્ગ અને પરિવહન માળખાને અત્યાધુનિક અને વધુ મજબૂત બનાવવાના હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ હાઈવે-51 (NH-51) ના વિસ્તરણની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા હાઈવેના પથને વધુ પહોળો અને સુવિધાજનક બનાવવાનું આયોજન છે. આયોજન મુજબ, આ હાઈવેને જરૂરિયાત પ્રમાણે ટુ-લેન, ફોર-લેન અને પેવ્ડ શોલ્ડર સાથે આધુનિક સ્વરૂપ આપવામાં આવશે, જેનાથી વાહનચાલકોની સફર વધુ સુરક્ષિત અને સરળ બનશે.

આ પ્રોજેક્ટને જમીની હકીકતમાં ફેરવવા માટે પ્રશાસનિક સ્તરે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન સંપાદન માટે સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર, ચૂડા તાલુકાના ભૃગુપુર અને છત્રીયાળા ગામની તેમજ લીંબડી તાલુકાના ચોરણિયા ગામની જમીન સંપાદિત કરવામાં આવશે. જમીન સંપાદનની આ પ્રક્રિયા શરૂ થવાથી હાઈવે વિકાસના કાર્યો હવે ઝડપથી આગળ વધશે, જેનો સીધો લાભ આ રૂટ પરથી અવરજવર કરતા મુસાફરો અને માલવાહક પરિવહનને મળશે.

સરકાર દ્વારા જાહેર કરાયેલા આ ગેઝેટ નોટિફિકેશનમાં પારદર્શકતા જાળવીને અસરગ્રસ્ત જમીન માલિકો અને ખેડૂતોના હિતોનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. નિયમોનુસાર, જો કોઈ નાગરિક કે જમીન માલિકને આ પ્રસ્તાવિત સંપાદન સામે કોઈ પણ પ્રકારનો વાંધો હોય, તો તેઓ નોટિફિકેશન જાહેર થયા તારીખથી ૨૧ દિવસની અંદર સક્ષમ સત્તાધિકારી સમક્ષ પોતાની લેખિત રજૂઆત રજૂ કરી શકશે. આ નિર્ધારિત સમયમ્યાદા બાદ કાયદાકીય પ્રક્રિયાઓને આખરી ઓપ આપીને હાઈવે વિસ્તરણના નિર્માણ કાર્યને પૂરઝડપે આગળ ધપાવવામાં આવશે.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES