JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કાનૂની ક્રાઈમ

અમેરિકી કોર્ટનો મોટો આદેશ: NSA અજીત દોભાલ અને પૂર્વ ‘રૉ’ ચીફ સામંત ગોયલને સમન્સ બજાવવા દિલ્હીની કોર્ટને નિર્દેશ

અમેરિકી કોર્ટનો મોટો આદેશ: NSA અજીત દોભાલ અને પૂર્વ ‘રૉ’ ચીફ સામંત ગોયલને સમન્સ બજાવવા દિલ્હીની કોર્ટને નિર્દેશ
ખાલિસ્તાની અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુની અરજીના સંદર્ભમાં ન્યૂયોર્ક જિલ્લા કોર્ટે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ અને પૂર્વ 'રૉ' વડા સામંત ગોયલને સમન્સ પાઠવવા દિલ્હીની ત્રણ અદાલતોને આદેશ આપ્યો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય અને કાનૂની ચર્ચાએ જોર પકડ્યું છે.

અમેરિકાની ન્યૂયોર્ક જિલ્લા કોર્ટના ન્યાયાધીશ કેથરિન પોલ ફૈલાએ એક ચોંકાવનારો આદેશ જારી કરીને દિલ્હીની ત્રણ અગ્રણી કોર્ટોને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત દોભાલ અને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રૉ)ના પૂર્વ વડા સામંત ગોયલને સમન્સ બજાવવા માટે નિર્દેશ કર્યો છે. ખાલિસ્તાની અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજીને પગલે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ન્યૂયોર્ક કોર્ટે પોતાના ક્લાર્કને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે આંતરરાષ્ટ્રીય કુરિયર સર્વિસના માધ્યમથી સમન્સના તમામ દસ્તાવેજો દિલ્હીની પટિયાલા હાઉસ જિલ્લા કોર્ટ, દ્વારકા જિલ્લા કોર્ટ અને તીસ હજારી જિલ્લા કોર્ટને સત્તાવાર રીતે મોકલી આપવામાં આવે.

અગાઉ આ જ મામલામાં 'હેંગ કન્વેન્શન' અંતર્ગત કાનૂની પ્રક્રિયા અપનાવીને સમન્સ બજાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તે તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા હતા. અગાઉ આ સમન્સ અમેરિકી વિદેશ મંત્રાલય મારફતે ભારતીય દૂતાવાસ સુધી પહોંચાડવામાં આવ્યા હતા, પરંતુ પ્રોસેસ નાકામ રહેતા આખરે અમેરિકી ન્યાયાધીશે સીધો દિલ્હીની સ્થાનિક અદાલતોને જ આ સમન્સ બજાવવા માટેનો આદેશ આપતા આ સમગ્ર ઘટના અતિશય સંવેદનશીલ અને ચર્ચાસ્પદ બની ગઈ છે. આ કાનૂની પગલાંથી ભારત અને અમેરિકા વચ્ચેના કૂટકીય સંબંધો તેમજ સુરક્ષા એજન્સીઓની કામગીરીને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ વતી થઈ છે.

દરમિયાન, કાનૂની નિષ્ણાતો અને સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રકારની આંતરરાષ્ટ્રીય પ્રક્રિયા એક સામાન્ય પ્રક્રિયાનો ભાગ છે અને તેના અંતર્ગત દિલ્હીની અદાલતો માટે આ મામલે કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી કે ફરજિયાત પગલાં લેવા જરૂરી હોતા નથી. આમ છતાં, વૈશ્વિક સ્તરે ભારતની સુરક્ષા સંસ્થાઓના શીર્ષ અધિકારીઓ સામે અમેરિકી કોર્ટ દ્વારા લેવાયેલા આ પગલાંને અત્યંત મહત્ત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં આ મામલે રાજકીય તથા કાનૂની સ્તરે કેવા પ્રત્યાઘાતો પડે છે તે જોવું રહ્યું.

કાનૂની ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES