JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

યુકેમાં પત્નીને નશીલો પદાર્થ આપી બળાત્કાર ગુજારવાના કેસમાં ચાર દોષિત જાહેર

યુકેમાં પત્નીને નશીલો પદાર્થ આપી બળાત્કાર ગુજારવાના કેસમાં ચાર દોષિત જાહેર
બ્રિટનમાં એક પતિ દ્વારા તેની પત્નીને વર્ષો સુધી નશીલી દવાઓ આપીને અન્ય પુરૂષો દ્વારા શોષણ કરાવવાના ચકચારી કેસમાં વિન્ચેસ્ટર ક્રાઉન કોર્ટે ચાર આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. આ પ્રકારના કેસમાં યુકેના ન્યાયતંત્રમાં આ પ્રથમ ઐતિહાસિક સજા માનવામાં આવી રહી છે.

સાઉથવેસ્ટ ઇંગ્લેન્ડના સ્વિન્ડન વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સમગ્ર દેશમાં સનસનાટી મચાવી દીધી છે. પીડિતા જોઆન યંગના પતિ ફિલિપ યંગે વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૩ દરમિયાન પોતાની જ પત્નીને ભેદી રીતે ભારે નશાની ગોળીઓ આપી બેભાન કરી દીધા બાદ ઓનલાઈન માધ્યમથી અજાણ્યા પુરુષોને ઘરમાં બોલાવ્યા હતા અને પત્ની પર અત્યાચાર ગુજાર્યો હતો. ફિલિપ યંગ અગાઉ કન્ઝર્વેટિવ પાર્ટીનો કાઉન્સિલર રહી ચૂક્યો છે અને તેણે પત્નીની સંમતિ વગર તેના ખાનગી ફોટા પણ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. આ કેસમાં ફિલિપ યંગે અગાઉ જ બળાત્કાર અને ગુપ્ત રીતે નશીલો પદાર્થ આપવાના ગુનાઓ સ્વીકારી લીધા છે.

વિન્ચેસ્ટર ક્રાઉન કોર્ટમાં ચાલેલા આ લાંબા અને સંવેદનશીલ મુકદ્દમા દરમિયાન કોર્ટે પુરાવાઓના આધારે નોર્મન મેક્સકોની (૪૮) અને રિચાર્ડ વિલકિન્સ (૬૨) ને બળાત્કારના ગુનામાં જ્યારે કોનર સેન્ડર્સન-ડોયલ (૩૨) અને મોહમ્મદ હસન (૩૮) ને જાતીય સતામણીના ગુનામાં દોષિત જાહેર કર્યા છે. ટ્રાયલ દરમિયાન આરોપીઓએ બચાવ કર્યો હતો કે તેઓ જાણતા ન હતા કે જોઆન યંગ આ બાબતે સંમત નથી અથવા તેમણે પતિને નશીલી દવા આપતા જોયો ન હતો. જો કે, પ્રોસિક્યુટર સારાહ જોન્સે દલીલ કરી હતી કે આરોપીઓ સ્પષ્ટપણે પીડિતાની અર્ધબેભાન હાલત અને તેની અસરો જોઈ શકતા હતા છતાં તેમણે આ પાપ આચર્યું હતું.

આ સમગ્ર પ્રકરણમાં પીડિતા જોઆન યંગે અત્યંત બહાદુરી અને દ્રઢતા દાખવીને સમગ્ર ટ્રાયલ દરમિયાન કોર્ટમાં હાજર રહીને સાક્ષી આપી હતી. ન્યાયાધીશ પુષ્પિંદર સિંહ સૈનીએ તમામ દોષિતોને જેલમાં મોકલી આપ્યા છે અને આગામી ૨૧ અને ૨૨ ડિસેમ્બરે તેમને મોટી કેદની સજા ફટકારવામાં આવશે તેવી ચેતવણી આપી છે. આ કેસ ફ્રાન્સના કુખ્યાત ડોમિનિક પેલિકોટ કેસની યાદ અપાવે છે, જેમાં બ્રિટિશ પોલીસ દ્વારા ફ્રેન્ચ તપાસકર્તાઓની મદદ પણ લેવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધી કુલ છ વ્યક્તિઓ દોષિત સાબિત થઈ ચૂકી છે અને પોલીસ અન્ય એક શંકાસ્પદ આરોપીની શોધખોળ કરી રહી છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES