JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
શિક્ષણ

જૈનાબાદની શ્રીમતી ઝુબેદા બેગમ હાઈસ્કૂલ ખાતે એલ-પ્રોવના વિદ્યાર્થીઓની પ્રેરણાદાયી શૈક્ષણિક મુલાકાત

જૈનાબાદની શ્રીમતી ઝુબેદા બેગમ હાઈસ્કૂલ ખાતે એલ-પ્રોવના વિદ્યાર્થીઓની પ્રેરણાદાયી શૈક્ષણિક મુલાકાત
વઢવાણ તાલુકાના જૈનાબાદ ખાતે આવેલી શ્રીમતી ઝુબેદા બેગમ હાઈસ્કૂલની મુલાકાતે એલ-પ્રોવના 45 વિદ્યાર્થીઓ અને 5 શિક્ષકો આવ્યા હતા. આ શૈક્ષણિક મુલાકાત દરમિયાન બંને શાળાઓના બાળકોએ પર્યાવરણ અને સાંસ્કૃતિક આદાનપ્રદાનના અનોખા કાર્યક્રમો યોજીને પરસ્પર એકતાની મિસાલ કાયમ કરી હતી.

વઢવાણ પંથકના જૈનાબાદ સ્થિત શ્રીમતી ઝુબેદા બેગમ હાઈસ્કૂલના પ્રાંગણમાં આજરોજ ઉત્સાહ અને ઉમંગભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, જ્યારે એલ-પ્રોવમાંથી આવેલી 45 વિદ્યાર્થીઓ અને 5 શિક્ષકોની ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના ટ્રસ્ટના ઉપાધ્યક્ષ ધનરાજ મલીક અને આચાર્ય ટી.જી. મલેક સહિત સમગ્ર સ્ટાફગણ દ્વારા મહેમાનોને પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉષ્માભર્યું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજવી પરિવારમાંથી ટ્રસ્ટના પ્રમુખ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, ઉપરાંત કચ્છ ડિમાંગથી પધારેલા જાણીતા પર્યાવરણવાદી હિતેશભાઈ કોટર, સ્મૃતિબેન, નિપુલ સર અને સુરભિબેન સહિતના અનેકમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિએ સમગ્ર આયોજનની દીપમાં વધુ એક ચંદન ઉમેર્યું હતું.

બંને શાળાઓના વિદ્યાર્થીઓ વચ્ચે પરસ્પર હૂંફ અને સહકાર વધારવાના આશયથી વિવિધ આકર્ષક પ્રવૃત્તિઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોએ સાથે મળીને મનોરંજક ગેમ્સ, કલાત્મક પેન્ટિંગ, વૃક્ષારોપણ તેમજ ફૂટબોલ જેવી રોમાંચક સ્પોર્ટ્સ ગેમ્સમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખાસ નોંધનીય બાબત એ રહી કે બંને શાળાઓની ભાષા અને ભૌગોલિક વિસ્તાર અલગ હોવા છતાં, વિદ્યાર્થીઓ વચ્ચે અદ્ભુત તાલમેલ અને ગાઢ એકતા જોવા મળી હતી, જાણે તેઓ કોઈ પૂર્વ પરિચય વિના વર્ષોથી એકસાથે અભ્યાસ કરતા મિત્રો ન હોય! આ મિલને યુવા પેઢીમાં સાંસ્કૃતિક આદાનપ્રદાન અને ભાઈચારાનો ઉત્તમ સંદેશ આપ્યો હતો.

કાર્યક્રમના અંતિમ ચરણમાં ટૂરના પ્રમુખ ધનરાજ મલીક દ્વારા એલ-પ્રોવ સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને સ્નેહપૂર્વક નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ શૈક્ષણિક મુલાકાતથી બાળકોમાં ન માત્ર નવું શીખવાનો ઉત્સાહ જાગ્યો, પરંતુ પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો પણ બોધ થયો. અંતમાં શાળાના સતત ઉજ્જવળ ભવિષ્ય, ગૌરવ અને પ્રગતિ માટે સામૂહિક પ્રાર્થના કરવામાં આવી હતી. આ અનોખા અને યાદગાર કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર સૌ કોઈનો હાર્દિક આભાર વ્યક્ત કરીને આ સુંદર શૈક્ષણિક પ્રવાસનું મધુર સંસ્મરણો સાથે સફળ સમાપન કરવામાં આવ્યું હતું.

શિક્ષણ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES