JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

ગેમિંગ જગતના સૌથી મોટા સમાચાર: જીટીએ ૬ (GTA 6) આ તારીખે થશે રિલીઝ, જાણો કિંમત અને સમય

ગેમિંગ જગતના સૌથી મોટા સમાચાર: જીટીએ ૬ (GTA 6) આ તારીખે થશે રિલીઝ, જાણો કિંમત અને સમય
રોકસ્ટાર ગેમ્સે લાંબા પ્રતિક્ષા બાદ આ વર્ષે સૌથી મોટી વીડિયો ગેમ જીટીએ ૬ ની સત્તાવાર રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. આ ગેમ ૧૯ નવેમ્બર ૨૦૨૬ના રોજ દુનિયાભરમાં લોન્ચ થશે અને પ્રી-લોડ કરનારા યુઝર્સ મિડનાઈટથી જ તેને રમી શકશે.

વિશ્વભરના ગેમર્સ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે મોસ્ટ અવેટેડ વીડિયો ગેમ 'જીટીએ ૬' (GTA 6) અંગે રોકસ્ટાર ગેમ્સે મોટું એલાન કર્યું છે. આ ગેમ આગામી ૧૯ નવેમ્બર ૨૦૨૬ના રોજ અધિકૃત રીતે રિલીઝ થવા જઈ રહી છે, જેને પીએસ૫ (PS5) અને એક્સબોક્સ સિરીઝ એક્સ/એસ (Xbox Series X|S) પર રમી શકાશે. લોન્ચિંગના સમયની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડ સમય મુજબ દુનિયામાં સૌથી પહેલા રમી શકાશે, જ્યારે લોસ એન્જલસમાં ૧૮ નવેમ્બરે રાત્રે ૯ વાગ્યે અને ન્યૂયોર્ક, લંડન, પેરિસ તેમજ ટોક્યો જેવા પ્રમુખ શહેરોમાં ૧૯ નવેમ્બરની મધરાતે ૧૨ વાગ્યાથી ગેમ લાઇવ થઈ જશે. જે ખેલાડીઓ ગેમને અગાઉથી પ્રી-લોડ કરી લેશે તેઓ ગેમ લોન્ચ થતાની સાથે જ તેનો આનંદ માણી શકશે.

આ અત્યાધુનિક ગેમની કિંમત અને બજારમાં તેના રેકોર્ડબ્રેક વેચાણ અંગે પણ અંદાજો સામે આવ્યા છે. જીટીએ ૬ નું સ્ટાન્ડર્ડ એડિશન ૭૯.૯૯ ડોલર અને અલ્ટીમેટ એડિશન ૯૯.૯૯ ડોલરની કિંમતે ઉપલબ્ધ થશે, જોકે અલ્ટીમેટ એડિશનમાં કોઈ અર્લી એક્સેસ આપવામાં આવ્યું નથી. ટેક-ટુ ઇન્ટરેક્ટિવની પેરેન્ટ કંપની દ્વારા ડેવલપ થયેલી આ ગેમનો કુલ ખર્ચ ૧ બિલિયન ડોલરથી વધુ હોવાનું મનાઈ રહ્યું છે. સેન્સર ટાવરના અંદાજ મુજબ ૧૩ નવેમ્બર સુધીમાં ૧.૨ કરોડથી વધુ પ્રી-ઓર્ડર નોંધાઈ ચૂક્યા છે, જ્યારે મોર્ગન સ્ટેનલીએ માર્ચ ૨૦૨૭ સુધીમાં ૪૦ મિલિયનથી વધુ કોપી વેચાવાની અને રિલીઝ સપ્તાહના અંત સુધીમાં કુલ કમાણી ૩.૨૫ થી ૫.૨ બિલિયન ડોલરની વચ્ચે રહેવાની આગાહી કરી છે.

ગેમર્સમાં જીટીએ ૬ ના ઓનલાઈન મલ્ટિપ્લેયર મોડને લઈને પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે, જોકે રોકસ્ટાર ગેમ્સે હજુ સુધી ઓનલાઈન મોડ વિશે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. બ્લૂમબર્ગના એક રિપોર્ટ અને વાયરલ અહેવાલો મુજબ, મૂળ ગેમ ૨૦૨૬માં લોન્ચ થયાના એક વર્ષ બાદ એટલે કે વર્ષ ૨૦૨૭ના અંત સુધીમાં ઓનલાઈન વર્ઝન લોન્ચ કરવામાં આવી શકે છે. જોકે રિપોર્ટર્સ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ માત્ર લાંબા ગાળાના પ્રોજેક્ટનું ભવિષ્ય છે અને હજુ સુધી ઓનલાઈન લોન્ચિંગની તારીખ ફાઇનલ નથી થઈ. બે દશકની સૌથી મોટી ફ્રેન્ચાઇઝી ગણાતી આ ગેમ ગેમિંગ ઇન્ડસ્ટ્રીના તમામ પુરાા રેકોર્ડ તોડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

ટેકનોલોજી વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES