JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

ઓપરેશન સિંદુર અંગે પૂર્વ CDS અનિલ ચૌહાણનો ખુલાસો, કિરાનાહિલ્સ અણુમથક પર ભારતે નહોતો કર્યો ટાર્ગેટ હુમલો

ઓપરેશન સિંદુર અંગે પૂર્વ CDS અનિલ ચૌહાણનો ખુલાસો, કિરાનાહિલ્સ અણુમથક પર ભારતે નહોતો કર્યો ટાર્ગેટ હુમલો
પૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણે 'ઓપરેશન સિંદુર' અંગે ખુલાસો કરતા જણાવ્યું છે કે ભારતે પાકિસ્તાનના કિરાનાહિલ્સ અણુમથકને નહીં, પરંતુ સરગોધા એરબેઝને નિશાન બનાવ્યું હતું અને ડ્રોન દિશાવિહીન થવાને કારણે અણુમથક પાસે ટકરાયું હતું.

પહેલગામ હુમલાના જવાબમાં ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન સિંદુર'ને લઈને એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને રોમાંચક ખુલાસો સામે આવ્યો છે. ભારતીય સેનાના પૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) અનિલ ચૌહાણે આ સૈન્ય અભિયાનના પડદા પાછળની વાતો ઉજાગર કરતા જણાવ્યું છે કે, ભારતે પાકિસ્તાનના અણુસંચાલિત કિરાનાહિલ્સ પર કોઈ ઈરાદાપૂર્વકનો હુમલો કર્યો ન હતો. આ ઓપરેશનની બ્લૂપ્રિન્ટ તૈયાર કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાને સ્પષ્ટ અને કડક સૂચના આપી હતી કે પાકિસ્તાનને એવો મોટો બોધપાઠ શીખવવો જોઈએ જેની તેણે કલ્પના પણ ન કરી હોય. સાથે જ પીએમે એ પણ સુનિશ્ચિત કરવા કહ્યું હતું કે આ મિશનમાં નિષ્ફળતાને કોઈ જ સ્થાન ન હોવું જોઈએ અને હુમલાનો સમય નક્કી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા સેનાને આપવામાં આવી હતી.

આ ઓપરેશનની રણનીતિ વિશે વિસ્તૃત માહિતી આપતા પૂર્વ CDSએ જણાવ્યું કે, ભારતીય સૈન્ય નેતૃત્વએ પાકિસ્તાનના અણુમથક કિરાનાહિલ્સને ક્યારેય ટાર્ગેટ બનાવ્યો જ ન હતો. વાસ્તવમાં, આ મિશન હેઠળ કિરાનાહિલ્સથી માત્ર ૧૦ કિલોમીટરના અંતરે આવેલા વ્યૂહાત્મક સરગોધા એરબેઝને નષ્ટ કરવાનો પાકોક્સ નિશ્ચય કરવામાં આવ્યો હતો, જ્યાં પાકિસ્તાન તેના અત્યાધુનિક એફ-૧૬ લડાકુ વિમાનોનો કાફલો છુપાવીને રાખતું હતું. આ એરબેઝને ધ્વસ્ત કરવા માટે ભારતીય સેના દ્વારા આત્મઘાતી ડ્રોન્સનો એક વિશાળ કાફલો અચાનક રવાના કરવામાં આવ્યો હતો. આ ભીષણ હુમલા દરમિયાન ટેકનિકલી એક ડ્રોન થોડું દિશાવિહીન થઈ ગયું હતું અને પોતાના નિર્ધારિત માર્ગથી ભટકીને કિરાનાહિલ્સ અણુમથક પાસે આવેલી એક પહાડી સાથે જઈને અથડાયું હતું, જેના કારણે કથિત રીતે અણુમથક પર હુમલો થયાની અટકળો વહેતી થઈ હતી.

આ સફળ અને ચોક્કસ સૈન્ય કાર્યવાહીના પરિણામે પાકિસ્તાનની આર્થિક અને સૈન્ય કમર સંપૂર્ણપણે ભાંગી ગઈ હતી. ભારતના આ અચાનક અને પ્રચંડ પ્રહારથી પાકિસ્તાની સેના એટલી હદે હચમચી ગઈ હતી કે તેઓ ભારત સામે વળતો પ્રહાર કરવાની કે આંખ ઉંચી કરવાની પણ હિંમત કરી શક્યા ન હતા. ઓપરેશન સિંદુર દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાનના અનેક મહત્ત્વપૂર્ણ એરબેઝને જમીનદોસ્ત કરી દીધા હતા, જેના કારણે દુશ્મન દેશ લાચાર બની ગયો હતો. ઇતિહાસમાં પહેલીવાર ભારતીય પક્ષ તરફથી આ ઓપરેશનની આંતરિક અને સ્પષ્ટ વિગતો બહાર આવવાથી ભારતના સૈન્ય કૌશલ્ય અને અદ્યતન ટેકનોલોજીનો પરચો આખી દુનિયાને જોવા મળ્યો છે.

LATEST ARTICLES