JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

પાટીદાર અનામત આંદોલન અને દિનેશ બાંભણિયાના વસવસા અંગે ખોડલધામના પ્રવક્તાનું મોટું નિવેદન

Jamnagar Mirror
પાટીદાર અનામત આંદોલનના અગ્રીમ ચહેરા રહેલા દિનેશ બાંભણિયા દ્વારા જાહેરમાં વસવસો વ્યક્ત કરવામાં આવતા રાજકીય અને સામાજિક વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે, ત્યારે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરીયાએ આ મામલે સ્પષ્ટ વલણ દાખવ્યું છે.

રાજકોટમાં પાટીદાર અનામત આંદોલનના મહત્વના અગ્રીમ ચહેરા તરીકે જાણીતા દિનેશ બાંભણિયા દ્વારા તાજેતરમાં જાહેરમાં વસવસો વ્યક્ત કરવામાં આવ્યો છે, જેણે રાજ્યના રાજકારણમાં ચર્ચા જગાવી છે. આંદોલનના લાંબા સમય બાદ અને આગામી વિધાનસભા ચૂંટણીના એક વર્ષ પૂર્વે સામે આવેલા આ નિવેદનને કારણે પાટીદાર સમાજ અને રાજકીય ક્ષેત્રે અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાક્રમ પાછળના સામાજિક અને રાજકીય સમીકરણો અંગે વિવિધ ચર્ચાઓ થઈ રહી છે.

આ મામલે પ્રતિક્રિયા આપતા ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરીયાએ જણાવ્યું હતું કે, દિનેશ બાંભણિયા અનામત આંદોલનના મુખ્ય ચહેરા હતા અને આંદોલનને કારણે જે કંઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થયું તે બદલ તેમણે જાહેરમાં પોતાની લાગણી વ્યક્ત કરી છે. સાથે જ તેમણે અનારબેન પટેલના સંદર્ભમાં સ્પષ્ટતા કરતા કહ્યું કે તેઓ પોતાની રાજકીય મહત્વાકાંક્ષા પૂર્ણ કરવા માટે નહીં પરંતુ સામાજિક ક્ષેત્રે કાર્યરત છે અને તેમણે ક્યારેય ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી નથી.

બીજી બાજુ, હાર્દિક પટેલના નિવેદન પર કટાક્ષ કરતા હસમુખ લુણાગરીયાએ જણાવ્યું હતું કે જો આનંદીબેન પટેલે આંદોલનને કારણે રાજીનામું નહોતું આપ્યું, તો એક જવાબદાર ધારાસભ્ય તરીકે તેમણે ખુદો સ્પષ્ટ કરવું જોઈએ કે કયા વાસ્તવિક કારણોસર રાજીનામું આપવામાં આવ્યું હતું. અનામત આંદોલન સમયે વિરોધ કરનારા આજે પક્ષમાં સ્થાન મેળવીને ધારાસભ્ય બન્યા છે ત્યારે તેમણે માત્ર રાજકારણ કરવાને બદલે પોતાના વિસ્તારના લોકોની ચિંતા કરવી જોઈએ અને તેમને ન્યાય અપાવવો જોઈએ તેવી ટકોર પણ તેમણે કરી હતી.

LATEST ARTICLES