JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

સેમ પિત્રોડાએ નકારી રાહુલ ગાંધીની ફોન ટેપિંગની વાત, પોતાના પર સાયબર હુમલા થતા હોવાનો દાવો કર્યો

સેમ પિત્રોડાએ નકારી રાહુલ ગાંધીની ફોન ટેપિંગની વાત, પોતાના પર સાયબર હુમલા થતા હોવાનો દાવો કર્યો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા પીએમ મોદી પર ફોન ટેપિંગના આરોપ મૂક્યાના એક જ દિવસ બાદ, ઓવરસીઝ કોંગ્રેસના વડા સેમ પિત્રોડાએ આ વાત ફગાવી દીધી છે. જોકે, તેમણે પોતાના ફોન, લેપટોપ અને બેંક ખાતા સતત સર્વેલન્સ હેઠળ હોવા અને સાયબર હુમલાઓ થતા હોવાનો મોટો દાવો કર્યો છે.

નવી દિલ્હીમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન સેમ પિત્રોડાએ સ્પષ્ટ કર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાતે કોઈના ફોન ટેપ કરવા બેસતા નથી. રાહુલ ગાંધીના એ દાવા વિશે જ્યારે તેમને સવાલ પૂછવામાં આવ્યો કે વડાપ્રધાન તેમનો ફોન ટેપ કરી રહ્યા છે, ત્યારે પિત્રોડાએ જવાબ આપ્યો હતો કે પીએમ આ પ્રકારના કામોમાં સામેલ હોતા નથી. તેમણે ઉમેર્યું હતું કે રાહુલ ગાંધીના આરોપો પર તેઓ કોઈ ટિપ્પણી કરવા માંગતા નથી કારણ કે તે રાહુલનો અંગત વિષય છે, પરંતુ તેઓ પોતાના અંગત અનુભવો વિશે ચોક્કસપણે વાત કરી રહ્યા છે.

પોતાની સાથે થઈ રહેલી ટેક્નિકલ સમસ્યાઓ વિશે વાત કરતા પિત્રોડાએ જણાવ્યું કે તેઓ પોતે ડિજિટલ હુમલાઓનો શિકાર બન્યા છે. તેમણે એપલ કંપની અને અન્ય તકનીકી નિષ્ણાતોને પોતાના લેપટોપ બતાવ્યા હતા, જેમણે તેમને પુષ્ટિ આપી હતી કે તેમનું ઉપકરણ હંમેશાં સાયબર હુમલાઓ અને જોખમો હેઠળ રહે છે. જો કે, આ બધી પ્રવૃત્તિઓ પાછળ કોણ છે તેની તેમને કોઈ જાણકારી નથી, પરંતુ કોઈ અદ્રશ્ય શક્તિ અથવા સમૂહ જાણી જોઈને ચોક્કસ એજન્ડા હેઠળ તેમને નિશાન બનાવી રહ્યો છે તે નક્કી છે.

અનુભવી ટેક્નોક્રેટ પિત્રોડાએ આ પ્રકારની હરકતોને નજરઅંદાજ કરવાની વાત કરી છે અને તેઓ આ સાયબર હુમલાઓથી જરાય ગભરાયા નથી. તેમણે જણાવ્યું કે તેમની વિકિપીડિયા પ્રોફાઇલ સાથે ચેડા કરવામાં આવ્યા છે અને તેમના બાળકોને પણ વિચિત્ર તસવીરો મોકલીને પરેશાન કરવામાં આવ્યા હતા, પરંતુ તેમણે આ બધી વાતોને અવગણવાનું યોગ્ય માન્યું છે. તેમની પાસે આ બધી બાબતો પાછળ સમય બગાડવા કે તપાસ કરવાના સાધનો નથી, અને તેઓ આ પ્રકારના વાતાવરણમાં પણ નિશ્ચિંતીથી પોતાનું જીવન વિતાવી રહ્યા છે.

LATEST ARTICLES