JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ઓટોમોબાઈલ

IPLના સ્ટાર ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને મળી શાનદાર ટાટા સીએરા SUV, જાણો ગાડીની ખાસિયતો અને EMI ગણતરી

Nov 09, 2026 | 18:25 | By JAMNAGAR MIRROR
IPLના સ્ટાર ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને મળી શાનદાર ટાટા સીએરા SUV, જાણો ગાડીની ખાસિયતો અને EMI ગણતરી
યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ IPL 2026માં ધમાકેદાર બેટિંગ કરીને 'સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સીઝન'નો એવોર્ડ જીત્યો છે. ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ તેને ઈનામમાં મળેલી નવી ટાટા સીએરા કાર પરિવાર સાથે શોરૂમમાંથી સ્વીકારી હતી.

ભારતીય ક્રિકેટ જગતના ઉભરતા યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશીએ IPL 2026ની સિઝનમાં પોતાના વિસ્ફોટક પ્રદર્શનથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. ટુર્નામેન્ટ દરમિયાન ૨૩૭થી વધુના આશ્ચર્યજનક સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરવા બદલ તેને 'સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સીઝન'ના એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. આ શાનદાર સિદ્ધિ બદલ તેને ઇનામ રૂપે અત્યાધુનિક ટાટા સીએરા એસયુવી (Tata Sierra SUV) ભેટમાં મળી છે. પોતાના માતા-પિતા અને ભાઈની સાથે વૈભવ આ નવી કારની ચાવીઓ લેવા માટે ઉત્સાહભેર ટાટાના શોરૂમ ખાતે પહોંચ્યો હતો, જેણે તેની આ દિવાળીને વધુ યાદગાર બનાવી દીધી છે.

આ પ્રીમિયમ એસયુવી કાર અનેક અદ્યતન તકનીકો અને આકર્ષક સુવિધાઓથી સજ્જ છે. ટાટા સીએરાના કેબિનમાં ૧૨.૩ ઇંચની મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ફૂલ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે અને કનેક્ટેડ કાર ટેકનોલોજી આપવામાં આવી છે. આ ઉપરાંત મુસાફરોના આરામ અને મનોરંજન માટે વેન્ટિલેટેડ સીટો, ડ્યુઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, વિશાળ પેનોરેમિક સનરૂફ અને પ્રીમિયમ જેબીએલ (JBL) સાઉન્ડ સિસ્ટમ ઉપલબ્ધ છે. સલામતીના મોરચે પણ આ કાર બેજોડ છે, જેમાં છ એરબેગ્સ, ૩૬૦ ડિગ્રી કેમેરા અને લેવલ-૨ એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્ટ સિસ્ટમ (ADAS) જેવી સુરક્ષા સુવિધાઓનો સમાવેશ થાય છે.

ઓટો બજારમાં આ કાર પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રિક એમ ત્રણેય વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે, જેનો બોલ્ડ અને ફ્યુચિસ્ટિક દેખાવ રસ્તા પર અલગ જ પ્રભાવ પાડે છે. ઇલેક્ટ્રિક મોડેલ એક જ ચાર્જમાં ૪૫૦ થી ૫૦૦ કિલોમીટરથી વધુની રેન્જ આપે છે, જ્યારે આઈસીઈ (ICE) મોડેલમાં ૧.૫-લિટરના શક્તિશાળી એન્જિન મળે છે. ટાટા સીએરાની એક્સ-શોરૂમ કિંમત અંદાજે રૂ. ૧૫ લાખથી રૂ. ૨૫ લાખ સુધીની છે. જો કોઈ સામાન્ય ગ્રાહક રૂ. ૧૫ લાખનું બેઝ મોડેલ ખરીદીને રૂ. ૨ લાખનું ડાઉન પેમેન્ટ કરે અને ૮.૫% ના વ્યાજ દરે ૫ વર્ષ માટે રૂ. ૧૩ લાખની લોન લે, તો તેણે દર મહિને આશરે રૂ. ૨૬,૫00 નો હપ્તો (EMI) ભરવો પડશે.

LATEST ARTICLES