JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

પશ્ચિમ બંગાળમાં સગીરા પર દુષ્કર્મ અને હત્યાનો આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

Nov 09, 2026 | 12:30 | By JAMNAGAR MIRROR
પશ્ચિમ બંગાળમાં સગીરા પર દુષ્કર્મ અને હત્યાનો આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર
પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લામાં ૧૨ વર્ષની ભત્રીજી પર દુષ્કર્મ અને હત્યાના મુખ્ય આરોપી દિલીપ રોયનું સોમવારે વહેલી સવારે પોલીસ સાથેની સામસામી ગોળીબારની ઘટનામાં મોત નીપજ્યું છે. આ ઘટના બાદ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા તથા પોલીસ કાર્યવાહીને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે.

ઘટનાની વિગતો અનુસાર, ગત ૩ નવેમ્બરના રોજ ઉત્તર દિનાજપુર જિલ્લાના રાયગંજ વિસ્તારમાંથી ૧૨ વર્ષની સગીરા સાયકલ લઈને ઘરની બહાર નીકળ્યા બાદ રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોની ભારે શોધખોળ બાદ બે દિવસ પછી કુલિક નદી પાસેના જંગલમાંથી સગીરાનો નગ્ન અને આંશિક સડેલો મૃતદેહ મળી આવ્યો હતો, જેનાથી સમગ્ર વિસ્તારમાં રોષ વ્યાપી ગયો હતો. પરિવારે સગીરા પર દુષ્કર્મ આચરીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હોવાના ગંભીર આરોપો લગાવ્યા હતા. આ મામલે પોલીસ છેલ્લા ચાર દિવસથી મુખ્ય આરોપી દિલીપ રોયની સઘન શોધખોળ કરી રહી હતી અને પોલીસની અનેક ટીમો તેને પકડવા માટે ચક્રો ગતિમાન કરી રહી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે વહેલી સવારે આશરે બે વાગ્યે બાતમી મળી હતી કે આરોપી ગૌરી ગ્રામ પંચાયત વિસ્તારમાં છુપાયેલો છે અને બિહાર સરહદ થઈને પલાયન કરવાની ફિરાગમાં છે. આ બાતમીના આધારે રાયગંજ પોલીસની ટીમ પરાપુકુર વિસ્તારમાં પહોંચીને દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈને આરોપી દિલીપ રોયે ભાગવાના પ્રયાસમાં પોલીસ ટીમ પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો, જેમાં એક ગોળી પોલીસ વાહનના ટાયર પર વાગી હતી. આત્મરક્ષણ માટે અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસે પણ વળતો ગોળીબાર કર્યો હતો, જેમાં આરોપી ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસે તાત્કાલિક તેને રાયગંજ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

તપાસ દરમિયાન એ પણ બહાર આવ્યું છે કે આરોપી દિલીપ રોયે કાવત્રું રચીને તેની નાની ભત્રીજીને કુલિક નદી બતાવવાના બહાને જંગલમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે જઘન્ય કૃત્ય આચરીને હત્યા કરી નાખી હતી. પશ્ચિમ બંગાળમાં આ પ્રકારની પોલીસ એન્કાઉન્ટરમાં આરોપીના મોતની આ ચોથી ઘટના છે, જે અગાઉ બારુપુર, ગાયઘાટા અને મુર્શિદાબાદમાં બનેલી સમાન ઘટનાઓ સાથે જોડાયેલી છે. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા રાજ્યના મંત્રી દિલીપ ઘોષે સ્પષ્ટ જણાવ્યું છે કે જે કોઈ વ્યક્તિ કાયદાનું ઉલ્લંઘન કરશે અથવા કાયદો હાથમાં લેશે, તેણે પોલીસનો સામનો કરવો જ પડશે અને પરિસ્થિતિ વણસતા પોલીસે કડક પગલાં લેવા મજબૂર બનવું પડે છે.

LATEST ARTICLES