JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

અમેરિકાની મિડટર્મ ચૂંટણીના પરિણામો બાદ ભારત પર ઝડપી વેપાર કરાર માટે વધી શકે છે દબાણ

Nov 04, 2026 | 13:48 | By JAMNAGAR MIRROR
અમેરિકાની મિડટર્મ ચૂંટણીના પરિણામો બાદ ભારત પર ઝડપી વેપાર કરાર માટે વધી શકે છે દબાણ
જીટીઆઈના અહેવાલ મુજબ, અમેરિકામાં મિડટર્મ ચૂંટણીમાં સત્તાધારી પક્ષને થયેલા ઝટકા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ વિદેશી મોરચે ઝડપી સફળતા મેળવવા ભારત સાથે અસંતુલિત વેપાર કરાર કરવા માટે દબાણ વધારી શકે છે.

વૈશ્વિક વેપાર નીતિ વિશેષજ્ઞ અજય શ્રીવાસ્તવના મતે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વૈશ્વિક મંચ પર અમેરિકાના પ્રભાવને સાબિત કરવા માટે ભારત સાથે ઝડપથી વેપાર કરાર કરવા માટે દબાણ તીવ્ર બનાવી શકે છે. રિપબ્લિકન પાર્ટીને મિડટર્મ ચૂંટણીમાં મળેલી હાર બાદ ટ્રમ્પને આર્થિક અને વિદેશનીતિ મોરચે કોઈ મોટી સફળતાની સખત જરૂર છે. જો કે, આ ચૂંટણી પરિણામોથી અમેરિકાની વ્યાપક વેપાર નીતિમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી, કારણ કે અમેરિકન વેપાર નીતિ અત્યારે આર્થિક રાષ્ટ્રવાદ, સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન અને સપ્લાય ચેઈનને મજબૂત કરવા પર કેન્દ્રિત છે. ચીન, રશિયા અને ઈરાન સામે વિદેશનીતિના મોરચે ધાર્યા પરિણામો ન મળવાના કારણે હવે ભારત સાથેનો વ્યાપારિક કરાર ટ્રમ્પ માટે અનિવાર્ય બની ગયો છે.

પ્રસ્તાવિત ભારત-અમેરિકા વેપાર કરારનું માળખું અત્યંત અસંતુલિત હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. પરંપરાગત મુક્ત વેપાર કરારોથી વિપરીત, આ પ્રસ્તાવિત વ્યવસ્થા હેઠળ વોશિંગ્ટન તેના વર્તમાન મોસ્ટ ફેવર્ડ નેશન (MFN) ટેરિફ જાળવી રાખશે, જ્યારે નવી દિલ્હીએ અમેરિકાની મોટાભાગની industrial and agricultural પ્રોડક્ટ્સ પરની ડ્યુટી ઘટાડવી કે નાબૂદ કરવી પડશે. આ કરાર હેઠળ ભારતે આગામી પાંચ વર્ષમાં 500 અબજ ડોલરની અમેરિકન ચીજવસ્તુઓની ખરીદી કરવાની અને નિયમનકારી દેખરેખ હળવી કરવાની પ્રતિબદ્ધતા દર્શાવવાની રહેશે, જેના બદલામાં અમેરિકા તરફથી કોઈ સીધી અને સમાન રાહતો આપવામાં આવી નથી. ટેરિફની ધમકીઓ અને આર્થિક દબાણનો ઉપયોગ કરીને ભારતને એકતરફી શરતો સ્વીકારવાની ફરજ પાડવામાં આવી રહી છે, જેને જીટીઆઈએ આર્થિક જુલમ સમાન ગણાવ્યો છે.

આ કરાર માત્ર આર્થિક દ્રષ્ટિએ જ નહીં, પરંતુ ડબ્લ્યુટીઓ (WTO) ના નિયમોની દ્રષ્ટિએ પણ ભારત માટે કાનૂની જોખમો ઊભા કરી શકે છે. આંતરરાષ્ટ્રીય વેપાર નીતિના જાણકાર અભિજીત દાસના જણાવ્યા અનુસાર, આ પ્રસ્તાવિત કરાર વિશ્વ વેપાર સંગઠનના એમએફએન સિદ્ધાંતનું ઉલ્લંઘન કરશે, કારણ કે ભારત અન્ય દેશોને સમાન લાભ આપ્યા વિના માત્ર અમેરિકાને જ ડ્યુટી-ફ્રી એક્સેસ આપી રહ્યું છે. ભારત સરકારે માત્ર ટેરિફની ધમકીઓથી બચવા માટે આ અસમપ્રમાણ અને લાંબા ગાળે ભારે ખર્ચાળ સાબિત થનાર કરારમાં ઉતાવળ ન કરવી જોઈએ. દેશે પોતાની ઊર્જા સુરક્ષા અને વિકાસની પ્રાથમિકતાઓને જાળવી રાખીને ડબ્લ્યુટીઓના નિયમોને અનુરૂપ સ્પષ્ટ અને પરસ્પર સમાન રાહતો માટે જ આગ્રહ રાખવો જોઈએ.

LATEST ARTICLES