JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાછળના ભારે ખર્ચથી નાસ્ડેક માર્કેટમાં બે ટિલિયન ડોલરનું જોખમ

Oct 30, 2026 | 21:30 | By JAMNAGAR MIRROR
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાછળના ભારે ખર્ચથી નાસ્ડેક માર્કેટમાં બે ટિલિયન ડોલરનું જોખમ
ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓ દ્વારા એઆઈ (AI) પાછળ કરવામાં આવી રહેલા તોતિંગ ખર્ચ અને વળતર અંગે અનિશ્ચિતતાને કારણે નાસ્ડેક ૧૦૦ ઈન્ડેક્સને મોટો ફટકો પડ્યો છે. રોકાણકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે કારણ કે આ અબજો ડોલરના રોકાણ પર વળતર મળવામાં સમય લાગી શકે છે.

વર્તમાન ઓક્ટોબર મહિનામાં ટેક્નોલોજી ક્ષેત્રના સૂચકાંક નાસ્ડેક ૧૦૦ માં બે ટિલિયન ડોલરથી વધુના બજાર મૂલ્યનું જોખમ તોળાઈ રહ્યું છે, જે સ્પેસએક્સના કુલ બજાર મૂલ્ય કરતા પણ ઘણું વધારે છે. આ ઘટાડાનું મુખ્ય કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બૂમ છે, જેના કારણે મેટા, અલ્ફાબેટ અને એમેઝોન જેવી કંપનીઓએ એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તાર માટે તેમના ખર્ચના અંદાજોમાં ભારે વધારો કર્યો છે. રોકાણકારો હવે સવાલ કરી રહ્યા છે કે શું આ વિશાળ રોકાણ સામે પૂરતું અને ઝડપી વળતર મળશે કે નહીં? ઊંચા વ્યાજ દરો અને દેવા આધારિત ધિરાણને કારણે આર્થિક દબાણ વધુ વધ્યું છે, જેના પરિણામે સમગ્ર માર્કેટમાં અનિશ્ચિતતાનું વાતાવરણ ઊભું થયું છે.

આ આર્થિક ચિંતાઓની સીધી અસર કંપનીઓના શેર અને નાણાકીય યોજનાઓ પર જોવા મળી છે, જ્યાં અલ્ફાબેટના શેરમાં તેનો અત્યાર સુધીનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો નોંધાયો છે અને મેટાએ રેકોર્ડ ફંડ એકત્ર કરવાની યોજના બનાવી છે. મોર્ગન સ્ટેન્લી અને જે.પી. મોર્ગન જેવા વૈશ્વિક નાણાકીય સંસ્થાઓના અહેવાલ મુજબ, આગામી વર્ષોમાં એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળનો વૈશ્વિક ખર્ચ ટિલિયન ડોલરને વટાવી જવાની ધારણા છે. ટેક્નોલોજી દિગ્ગજો દ્વારા દેવું કરીને મૂડી ઊભી કરવાની વધતી પ્રવૃત્તિને કારણે માત્ર શેરબજાર જ નહીં, પરંતુ ક્રેડિટ માર્કેટમાં પણ જોખમ વધ્યું છે કારણ કે જો એઆઈ રોકાણમાંથી વળતર મોડું મળશે તો આ કંપનીઓની નાણાકીય સ્થિરતા પર પ્રશ્નાર્થ સર્જાઈ શકે છે.

બીજી બાજુ, આ તમામ ચિંતાઓ વચ્ચે 'મેગ્નિફિસેન્ટ સેવન' કંપનીઓની આવક મજબૂત રહી છે અને એમેઝોન તથા માઈક્રોસોફ્ટ જેવા ક્લાઉડ પ્લેટફોર્મ્સે સંતોષકારક વૃદ્ધિ દર્શાવી છે. માઈક્રોસોફ્ટ અને સ્પેસએક્સના સકારાત્મક પરિણામો એ વાતની સાક્ષી પૂરે છે કે યોગ્ય આયોજન સાથે એઆઈ રોકાણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના મતે ડેટાની અખૂટ માંગને કારણે આ રોકાણોનું અંતિમ પરિણામ નકારાત્મક નહીં રહે, પરંતુ આટલા મોટા પાયે થઈ રહેલા ખર્ચ અને વળતર વચ્ચેના સમયગાળાને કારણે આગામી સમયમાં એપલ અને ન્વીડિયા જેવા અન્ય દિગ્ગજોના ત્રિમાસિક પરિણામો પર સમગ્ર બજારની નજર રહેશે.

LATEST ARTICLES