JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

અમેરિકામાં ગૂગલ સામે કેસ, મિલિટરી વેટરનને જૂની નોકરી ન આપવા પર વિવાદ

Oct 29, 2026 | 21:49 | By JAMNAGAR MIRROR
અમેરિકામાં ગૂગલ સામે કેસ, મિલિટરી વેટરનને જૂની નોકરી ન આપવા પર વિવાદ
અમેરિકાની આર્મી રિઝર્વમાં સેવા આપીને પરત ફરેલા કર્મચારીને જૂની કે સમકક્ષ જવાબદારી ન સોંપવા બદલ ગૂગલ સામે કોર્ટમાં કેસ થયો છે. ગૂગલે કર્મચારીને કસ્ટમર એકાઉન્ટ હેન્ડલ કરવાથી વંચિત રાખ્યો હોવાનો અને બાદમાં નોકરીમાંથી કાઢી મૂક્યાનો આક્ષેપ છે.

અમેરિકામાં ગૂગલ કંપની સામે એક મોટો કાનૂની વિવાદ સામે આવ્યો છે, જેમાં ગુરુવારે મેનહટ્ટન ફેડરલ કોર્ટમાં એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ મુજબ, માર્ક ડેવિસન નામના કર્મચારીએ યુએસ આર્મી રિઝર્વમાં 1 વર્ષની મિલિટરી રજા પૂરી કરીને પરત ફર્યા બાદ ગૂગલે તેને તેની જૂની નોકરી કે તેવી જ અન્ય કોઈ સમાન નોકરી પર પાછો ન લેવાને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલો કર્મચારીના અધિકારો અને કંપનીના વર્તનને લઈને ચર્ચાનો વિષય બન્યો છે.

કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, માર્ક ડેવિસને ગૂગલમાં 2.5 વર્ષ સુધી કી એકાઉન્ટ એક્ઝિક્યુટિવ તરીકે કામ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન તેણે બ્લેકરોક, બ્રિજવોટર એસોસિએટ્સ અને ક્રેડિટ સુઈસ જેવા મોટા ક્લાયન્ટ્સના એકાઉન્ટ્સ સંભાળ્યા હતા. મે 2023માં જ્યારે ડેવિસન તેની મિલિટરી રજા પૂરી કરીને પાછો આવ્યો, ત્યારે ગૂગલે તેને પગાર અને ટાઈટલ તો ચાલુ રાખ્યું પરંતુ કોઈપણ કસ્ટમર એકાઉન્ટ હેન્ડલ કરવાની મનાઈ ફરમાવી દીધી, જેના કારણે તેની કારકિર્દીની પ્રગતિ અટકી ગઈ હતી.

ફરિયાદમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે બાદમાં ગૂગલે ડેવિસનને ક્લાઉડ સોલ્યુશન્સ પોઝિશન પર મૂક્યો હતો, જેમાં પણ કસ્ટમર એકાઉન્ટ મેનેજ કરવાની કોઈ જવાબદારી નહોતી. આખરે ઓગસ્ટ 2024માં કંપની દ્વારા મોટાપાયે કરવામાં આવેલી કર્મચારીઓની છટણી (વર્કફોર્સ રિડક્શન) દરમિયાન તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે હાલ ગૂગલ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

LATEST ARTICLES