JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

અમેરિકન મિલિટરી બેઝ પર ફ્રીઝરમાં શંકાસ્પદ સાયબર अटैક, ફ્રાન્સની ઘટના સાથે કનેક્શન તપાસાઈ રહ્યું છે

Oct 29, 2026 | 21:46 | By JAMNAGAR MIRROR
અમેરિકન મિલિટરી બેઝ પર ફ્રીઝરમાં શંકાસ્પદ સાયબર अटैક, ફ્રાન્સની ઘટના સાથે કનેક્શન તપાસાઈ રહ્યું છે
અમેરિકાના મિલિટરી બેઝ પર ફ્રીઝર ફેલ થવાની રહસ્યમય ઘટનાઓ પાછળ સાયબર અટેક હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. ઓગસ્ટ મહિનામાં બનેલી આ ઘટનાઓ બાદ હવે ફ્રાન્સમાં સુપરમાર્કેટમાં થયેલા સમાન કૌભાંડ સાથે તેના તાર જોડાઈ રહ્યા છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે.

અમેરિકાના મિલિટરી બેઝ પર આવેલા કોમસરીઝ એટલે કે સૈનિકો માટેની ફૂડ સ્ટોપ દુકાનોમાં ઓગસ્ટ મહિના દરમિયાન ફ્રીઝર અચાનક બંધ પડી જવા કે ગરમ થઈ જવાની રહસ્યમય ઘટનાઓ સામે આવી હતી. આ મામલે હવે તપાસકર્તાઓ શંકા વ્યક્ત કરી રહ્યા છે કે આ કોઈ સામાન્ય ટેકનિકલ ખામી નહીં પરંતુ જાણી જોઈને કરાયેલો સાયબર અટેક હોઈ શકે છે. એરિઝોનાના ફોર્ટ હુઆચુકા મિલિટરી બેઝ પર 26 ઓગસ્ટે બનેલી ઘટનામાં ફ્રીઝર જાતે જ ડિફ્રોસ્ટ મોડમાં જતા તેનું તાપમાન વધી ગયું હતું, જેને કારણે અંદર રાખેલું તમામ ભોજન બગડીને નકામુ થઈ ગયું હતું. આ પ્રકારની ઘટનાઓ ઓછામાં ઓછા 6 જેટલા મિલિટરી બેઝ પર નોટિસ કરવામાં આવી હતી, જ્યાં હેકર્ર્સે કૂલિંગ સિસ્ટમ સાથે છેડછાડ કરી હોવાની આશંકા છે.

આ ઘટનાઓના થોડા સમય બાદ પેન્ટાગોને FORTRESS નામના નવા પ્લાનની જાહેરાત કરી હતી, જેનો હેતુ સંકટના સમયમાં મિલિટરી બેઝને 90 દિવસ સુધી બહારની મદદ વિના આત્મનિર્ભર રાખવાનો છે. આ દરમિયાન ફ્રાન્સના સુપરમાર્કેટ્સમાં પણ કમર્શિયલ રેફ્રિજરેશન સિસ્ટમ્સ સાથે છેડછાડ થવાની 350થી વધુ ઘટનાઓ સામે આવી હતી, જેમાં તાપમાન વધી જવાથી ફ્રોઝન ફૂડ બગડી ગયું હતું અને કેટલીક જગ્યાએ તો ફ્રીઝરમાં આગ પણ લાગી ગઈ હતી. ફ્રાન્સની આ ઘટનાઓમાં ડેનમાર્કની કંપની ડાનફોસના જૂના કંટ્રોલર્સ અને આઉટડેટેડ ફર્મવેરનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું હતું. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અમેરિકન મિલિટરી ઇન્વેસ્ટિગેટર્સ હવે ફ્રેન્ચ ઓથોરિટી્સના સંપર્કમાં છે કેમ કે બંને દેશોની ઘટનાઓમાં ઘણી સમાનતાઓ જોવા મળી રહી છે.

અગાઉ વર્ષ 2022માં પણ રશિયા અને ઇઝરાઇલના સુપરમાર્કેટ્સમાં સમાન રીતે ડાનફોસના કંટ્રોલર્સને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, જ્યારે ડિસેમ્બર 2025માં એક યુક્રેનિયન મહિલા સામે મીટ પેકિંગ યુનિટના રેફ્રિજરેશનમાં અડચણ ઊભી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જો કે, અમેરિકન મિલિટરી બેઝ પર થયેલી ઘટનાઓ અને પેન્ટાગોનના 90 દિવસના FORTRESS પ્લાન વચ્ચે કોઈ સીધો સંબંધ હોવાના પુરાવા હજુ સુધી સામે આવ્યા નથી. તેમ છતાં, ઇન્ડસ્ટ્રિયલ કંટ્રોલ સિસ્ટમ્સ અને રેફ્રિજરેશન યુનિટ્સની સુરક્ષાને લઈને ઊભી થયેલી આ નબળાઈઓએ મોટી ચિંતા ઊભી કરી છે, અને તપાસ એજન્સીઓ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

LATEST ARTICLES