JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

અમેરિકામાં મિડટર્મ ઇલેક્શન પહેલા ડોનાલ્ડ ટ્રમ્પના એપ્રોવલ રેટિંગ્સ જાહેર, સર્વેમાં શું છે ચિત્ર?

Oct 29, 2026 | 21:46 | By JAMNAGAR MIRROR
અમેરિકામાં મિડટર્મ ઇલેક્શન પહેલા ડોનાલ્ડ ટ્રમ્પના એપ્રોવલ રેટિંગ્સ જાહેર, સર્વેમાં શું છે ચિત્ર?
અમેરિકામાં આગામી 3 નવેમ્બરે યોજાનારી મિડટર્મ ઇલેક્શન પહેલા તમામ મોટા સર્વેના આંકડા સામે આવ્યા છે. રિપબ્લિકન પાર્ટી અને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા અંગેના આ સર્વેમાં મોટો ખુલાસો થયો છે, જેનાથી ચૂંટણીના સમીકરણો બદલાતા જોવા મળી રહ્યા છે.

અમેરિકામાં આગામી 3 નવેમ્બરે યોજાનારી મિડટર્મ ઇલેક્શનને હવે માત્ર 5 દિવસ જ બાકી રહ્યા છે, ત્યારે દેશભરના પ્રમુખ સર્વેયર્સ દ્વારા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના એપ્રોવલ રેટિંગ્સ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ અંતિમ સપ્તાહના સર્વે મુજબ, રિપબ્લિકન પાર્ટીમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પને 70 થી 77 ટકા સુધીનું સમર્થન મળી રહ્યું છે, પરંતુ સામાન્ય મતદારોમાં તેમની લોકપ્રિયતા ઘટી રહી હોવાના સંકેતો પણ મળી રહ્યા છે. વર્ષ 2024માં ટ્રમ્પને વ્હાઇટ હાઉસ સુધી પહોંચાડનારા ઘણા મતદારો હવે તેમનીથી છેડા ફાડતા નજરે પડી રહ્યા છે, જે ચૂંટણી પરિણામો પર મોટી અસર કરી શકે છે.

વિવિધ નેશનલ પોલ્સ અને સર્વેના આંકડાઓ પર નજર કરીએ તો, બેલોપિડિયાના સર્વેમાં ટ્રમ્પનું એપ્રોવલ રેટિંગ 38 ટકા નોંધાયું છે, જ્યારે રિયલ ક્લિયર પોલિટિક્સના સર્વેમાં તે 38.2 ટકા છે. મેરિસ્ટ, એનપીઆર અને પીબીએસ ન્યૂઝના સર્વે મુજબ ટ્રમ્પને 40 ટકા લોકોનું સમર્થન છે અને સીબીએસ ન્યૂઝ તથા યુગવના સર્વેમાં આ આંકડો 39 ટકા પર છે. બીજી બાજુ, રોઇટર્સ/ઇપ્સોસ અને સીનએન/એસએસઆરએસના સર્વેમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પનું એપ્રોવલ રેટિંગ ઘટીને 32 ટકા સુધી પહોંચી ગયું છે. મોંઘવારી અને ઈરાન સાથેના યુદ્ધને લઈને મતદારોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેના કારણે રોઇટર્સના પોલ મુજબ જાન્યુઆરી 2025માં વ્હાઇટ ઇવેન્જેલિકલ ક્રિશ્ચિયન્સમાં ટ્રમ્પનું સમર્થન 77 ટકા હતું તે ઘટીને આ મહિને 63 ટકા થઈ ગયું છે. આમ છતાં, ઇવેન્જેલિકલ્સ હજુ પણ તેમનો સૌથી મજબૂત અને ભરોસાપાત્ર મતદાર વર્ગ સાબિત થઈ રહ્યા છે.

આ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી ડિફેન્સિવ મુદ્રામાં છે અને નીચા એપ્રોવલ રેટિંગ્સનો સામનો કરી રહી છે, ત્યારે શ્વેત ઇવેન્જેલિકલ્સનું મજબૂત મતદાન પાર્ટીને નુકસાનમાંથી ઉગારી શકે છે. સાઉથ કેરોલિના ઉપરાંત અયોવા અને કેન્સાસ જેવા રાજ્યોમાં સેનેટની રેસમાં આ વર્ગની વફાદારી કોંગ્રેસ પર નિયંત્રણ મેળવવા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. ઐતિહાસિક સંદર્ભની વાત કરીએ તો, વર્ષ 1952માં ફેબ્રુઆરી મહિનામાં પૂર્વ પ્રેસિડેન્ટ હેરી એસ. ટ્લૂમનના સૌથી ઓછા 22 ટકા એપ્રોવલ રેટિંગ્સનો રેકોર્ડ હજુ પણ કાયમ છે, જેની સામે ટ્રમ્પની સ્થિતિ થોડી બેટર છે પરંતુ 3 નવેમ્બરના મતદાનના પરિણામો જ નક્કી કરશે કે અમેરિકન રાજકારણ કઈ દિશામાં આગળ વધશે.

LATEST ARTICLES