અમેરિકાના રાજકારણમાં અત્યારે એક એવા જજ ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે જેઓ અગાઉ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સમર્થકો સાથે અનેકવાર ઘર્ષણમાં આવી ચૂક્યા છે. હાલમાં આ ફેડરલ જજ એક કાનૂની લડાઈ પર નજર રાખી રહ્યા છે, જેમાં ડેમોક્રેટિક સાંસદ ઈલ્હાન ઓમરના વોશિંગ્ટન ડીસી સ્થિત ઘર પર પાડવામાં આવેલા દરોડાના સર્ચ વોરંટને ઓપન કરવું કે નહીં તે અંગે નિર્ણય લેવાનો છે. આખો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે મિનેસોટાના આ ડેમોક્રેટ નેતા સામે 2 અલગ-અલગ ફેડરલ તપાસ ચાલી રહી છે, જેણે અમેરિકન પોલિટિક્સમાં ગરમાવો લાવી દીધો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ઈલ્હાન ઓમર સામે ચાલી રહેલી તપાસમાં મુખ્યત્વે 2 બાબતો પર ફોકસ છે. પહેલી તપાસ અલગ-અલગ વર્ષોમાં ફાઇલ કરવામાં આવેલા ફાઇનાન્શિયલ ડિસ્ક્લોઝરમાં જોવા મળેલી વિસંગતતાઓ અંગેની છે. જ્યારે બીજી તપાસ એવા ગંભીર આક્ષેપોને લઈને છે કે તેમના પિતાએ ઇમિગ્રેશનના પેપરવર્ક દરમિયાન ફ્રોડ કર્યું હતું. આ બંને સંવેદનશીલ મુદ્દાઓને કારણે ઓમરની મુશ્કેલીઓ વધી છે અને આ જ કાનૂની ગૂંચવણ ઉકેલવાની જવાબદારી હવે તે જજ પર આવી ગઈ છે, જેમના સંબંધો અગાઉ ટ્રમ્પ સાથે તણાવપૂર્ણ રહ્યા છે.
આ કેસમાં સર્ચ વોરંટને સાર્વજનિક કરવાના મુદ્દે થઈ રહેલી કાનૂની કાર્યવાહી આવનારા દિવસોમાં મોટો રાજકીય વળાંક લઈ શકે છે. ટ્રમ્પ અને તેમના સાથીદારો સાથે જૂનો ઇતિહાસ ધરાવતા આ જજની આગેવાની હેઠળ ચાલી રહેલી સુનાવણી પર દેશભરની નજર છે. જેમ જેમ આ ફેડરલ તપાસ આગળ વધી રહી છે, તેમ તેમ અમેરિકન મીડિયા અને રાજકીય વર્તુળોમાં આ કેસના પરિણામો શું આવશે તેની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.
