JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

એપલે આખરે 16 વર્ષ પછી ટચસ્ક્રીન મેકબુક લૉન્ચ કર્યું

Oct 29, 2026 | 18:31 | By JAMNAGAR MIRROR
એપલે આખરે 16 વર્ષ પછી ટચસ્ક્રીન મેકબુક લૉન્ચ કર્યું
સ્ટીવ જૉબ્સના વિરોધ છતાં એપલે આખરે નવું મેકબુક પ્રો લૉન્ચ કર્યું છે, જેમાં PROLED XDR ડિસ્પ્લે અને OLED પેનલ આપવામાં આવી છે. ભારતમાં આ લેપટોપની કિંમત 3,49,900 રૂપિયાથી શરૂ થાય છે અને તે ટેક્નોલોજી જગતમાં ચર્ચાનો વિષય બન્યું છે.

એપલે પોતાના ઇતિહાસમાં સૌથી લાંબો સમય ચાલતા ટેબૂને તોડતા આખરે ટચસ્ક્રીન મેકબુક પ્રો લૉન્ચ કરી દીધું છે. વર્ષ 2010માં સ્ટીવ જૉબ્સે લેપટોપમાં ટચસ્ક્રીનને 'એર્ગોનોમિકલી ટેરિબલ' એટલે કે ઉપયોગમાં ખૂબ જ થકવી નાખતી ગણાવી હતી અને દાવો કર્યો હતો કે સતત હાથ ઊંચા રાખવાથી હાથ દુઃખી જાય છે. ત્યારબાદના 16 વર્ષ સુધી ટિમ કુ અને ફિલ શિલર જેવા દિગ્ગજો પણ આ જ વાત પર અડગ રહ્યા કે મેક માટે કીબોર્ડ અને ટ્રેકપેડ જ શ્રેષ્ઠ છે. પરંતુ, હવે કંપનીએ આ મામલે યુટર્ન લીધો છે અને OLED ટેક્નોલોજીના આગમન સાથે ટચસ્ક્રીન લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

નવા મેકબુક પ્રોમાં PROLED XDR ડિસ્પ્લે આપવામાં આવ્યું છે, જે ટચસ્ક્રીન સપોર્ટ સાથે આવે છે. કંપનીના અધિકારીઓ હવે કહી રહ્યા છે કે તમારે તેના પર ટચ કરીને અનુભવ કરવો પડશે. આ ટેક્નોલોજી પાછળનું મુખ્ય કારણ OLED પેનલ છે, જેમાં ટચ સેન્સર સીધું જ ડિસ્પ્લેની અંદર ફિટ કરવામાં આવ્યું છે જેથી લેપટોપ જાડું કે ભારે ન બને. આ કારણે 16 ઇંચનું મોડેલ હવે અગાઉ કરતાં લગભગ 300 ગ્રામ હલકું થઈને 1.8 કિલો વજન ધરાવે છે, જ્યારે 14 ઇંચનું મોડેલ 1.36 કિલો વજન સાથે આવે છે. ડિસ્પ્લેમાં 2,000 નિટ્સની બ્રાઇટનેસ, 10,000,000:1 નો કોન્ટ્રાસ્ટ રેશિયો અને 10Hz થી 120Hz નો રિફ્રેશ રેશિયો મળે છે. ભારતમાં 14 ઇંચના M5 પ્રો મોડેલની કિંમત 3,49,900 રૂપિયા અને 16 ઇંચના મોડેલની કિંમત 4,09,900 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે M5 મેક્સ વર્ઝન માટે કિંમતો 5,89,900 રૂપિયા સુધી જાય છે.

એપલે સોફ્ટવેરમાં પણ ખાસ ફેરફારો કર્યા છે જેથી યુઝર્સને કામ કરતી વખતે કોઈ મુશ્કેલી ન પડે. macOS 27 ગોલ્ડન ગેટમાં જ્યારે આંગળી સ્ક્રીન તરફ જાય ત્યારે મેનુ આઇટમ્સ અને બટન્સ આપમેળે થોડા મોટા થઈ જાય છે જેથી ટચ કરવાનું સરળ બને. જોકે, નોન-ટચસ્ક્રીન વેરિઅન્ટ પણ માર્કેટમાં ઉપલબ્ધ રહેશે જ. જો સ્ટીવ જૉબ્સ આજે હયાત હોત તો કદાચ તેમણે હાથ થાકી જવાની જૂની વાત દોહરાવી હોત, પરંતુ સાથે જ તેઓ એ પણ જોત કે આ નવી સ્ક્રીને લેપટોપના વજન કે જાડાઈમાં કોઈ જ વધારો કર્યો નથી. આમ, જે આઈડિયા માટે એપલે વર્ષો સુધી ના પાડી હતી, તે આખરે પરફેક્ટ વેમાં તૈયાર થઈને માર્કેટમાં આવી ગયો છે.

LATEST ARTICLES