JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
લાઈફસ્ટાઈલ

સમુદ્રની સફાઈનો અદભુત રસ્તો, નકામી ફિશિંગ નેટ્સમાંથી બને છે કાર્પેટ ટાઇલ્સ

Oct 29, 2026 | 18:30 | By JAMNAGAR MIRROR
સમુદ્રની સફાઈનો અદભુત રસ્તો, નકામી ફિશિંગ નેટ્સમાંથી બને છે કાર્પેટ ટાઇલ્સ
દરિયાઈ પ્રદૂષણ ફેલાવતી જૂની અને નકામી ફિશિંગ નેટ્સમાંથી હવે આધુનિક કાર્પેટ ટાઇલ્સ બનાવવામાં આવી રહી છે. ફિલિપાઈન્સમાં શરૂ થયેલા આ યુનિક પ્રોજેક્ટ હેઠળ ટનબંધ પ્લાસ્ટિક કચરાને રીસાઈકલ કરીને નવું જીવન આપવામાં આવી રહ્યું છે.

સમગ્ર દુનિયાના મહાસાગરો માટે મોટો ખતરો બની ગયેલો પ્લાસ્ટિક કચરો હવે ધીમે-ધીમે કામની ચીજોમાં ફેરવાઈ રહ્યો છે. વર્ષ 2012 માં ફિલિપાઈન્સના દરિયાકાંઠે એક અદભુત પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી, જેનો મુખ્ય હેતુ ફેંકી દેવાયેલી ફિશિંગ નેટ્સ એટલે કે માછલી પકડવાની જૂની જાળીઓનો યોગ્ય નિકાલ કરવાનો હતો. આ નકામી જાળીઓ સમુદ્રમાં જઈને કોરલ રીફને નુકસાન પહોંચાડે છે અને ઘોસ્ટ ફિશિંગ જેવી ગંભીર સમસ્યા સર્જે છે, જેના કારણે અબોલ જીવો ફસાઈને મરી જાય છે. આ ગંભીર સમસ્યા સામે લડવા માટે એક સ્થાનિક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો, જેણે કચરાને બેસ્ટ પ્રોડક્ટમાં બદલી નાખ્યો છે.

આ ઇનોવેટિવ પ્રોજેક્ટ અંતર્ગત UNEP ના રિપોર્ટ મુજબ, વર્ષ 2012 થી અત્યાર સુધીમાં દરિયાકાંઠાના વિસ્તારોમાંથી આશરે 61 ટન જૂની જાળીઓ એકત્ર કરવામાં આવી છે, જેમાંથી આશરે 41 ટન જાળીઓને સફળતાપૂર્વક રીસાઈકલ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં ઝૂઓલોજિકલ સોસાયટી ઓફ લંડન અને એક મોટી કાર્પેટ કંપની સાથે મળીને કામ કરી રહ્યા છે. સ્થાનિક ફિશિંગ કોમ્યુનિટી પાસેથી આ નકામી જાળીઓ ખરીદીને કલેક્શન સેન્ટર પર મોકલવામાં આવે છે. ખાસ વાત એ છે કે માછીમારોને સીધા પૈસા આપવાને બદલે તેમની કમ્યુનિટી બેઝ્ડ માઈક્રોફાઈનાન્સ સેવિંગ્સ એકાઉન્ટમાં ક્રેડિટ જમા કરવામાં આવે છે. આ જાળીઓમાંથી નાયલોન થ્રેડ બનાવીને અંતે શાનદાર કાર્પેટ ટાઇલ્સ તૈયાર થાય છે.

જો કે, દુનિયાભરમાં દર વર્ષે હજારો કિલોમીટર લાંબી જાળીઓ અને લાખો ટ્રેપ્સ સમુદ્રમાં ખોવાઈ જાય છે તેની સામે આ પ્રોજેક્ટનું પ્રમાણ હજુ ઘણું નાનું છે અને બધી જ જાળીઓને રીસાઈકલ કરવી પણ શક્ય નથી. છતાં કચરાને રિસોર્સમાં બદલવાનો આ અનોખો અભિગમ અન્ય ઇન્ડસ્ટ્રીઝ માટે પણ એક મોટી પ્રેરણા સમાન છે. જ્યારે તમે તમારા ઘર કે ઓફિસમાં બેસો છો, ત્યારે કદાચ તમારા પગ નીચે પડેલી કાર્પેટમાં સમુદ્રના પ્રદૂષણને ઘટાડવામાં મદદ કરનાર આ જ રિસાયક્લ્ડ મટીરિયલનો ઉપયોગ થયો હોય તેવું પણ બની શકે છે.

LATEST ARTICLES