JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
મનોરંજન

એક્ટર ઇમરાન ખાને OCI કાર્ડ રદ કરવાના મુદ્દે FRRO પાસે માંગી સ્પષ્ટતા અને પુરાવા

Oct 29, 2026 | 18:30 | By JAMNAGAR MIRROR
એક્ટર ઇમરાન ખાને OCI કાર્ડ રદ કરવાના મુદ્દે FRRO પાસે માંગી સ્પષ્ટતા અને પુરાવા
એક્ટર ઇમરાન ખાને તેમનું OCI સ્ટેટસ રદ કરવાની નોટિસ સામે સવાલો ઉઠાવ્યા છે અને પૂરતા પુરાવા ન મળ્યા હોવાનું જણાવીને પારદર્શિતાની માંગ કરી છે. આ માеમલે હવે બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે અને આગામી તારીખ 2 નવેમ્બર નક્કી કરવામાં આવી છે.

બોલિવૂડમાં જાણીતા એક્ટર ઇમરાન ખાને ફોરેનર્સ રીજિયોનલ રજિસ્ટ્રેશન ઓફિસ (FRRO) દ્વારા તેમના ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા (OCI) સ્ટેટસને રદ કરવા બાબતે ફટકારવામાં આવેલી શો-કોઝ નોટિસનો લેખિતમાં જવાબ રજૂ કર્યો છે. યુએસ પાસપોર્ટ ધરાવતા આ એક્ટર સામે ગત 10 ઓક્ટોબરના રોજ ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે તુષાર ગાંધીના સંગઠન દ્વારા CEC વિરુદ્ધ આયોજિત એક વિરોધ પ્રદર્શનમાં સામેલ થવાના આરોપસર 17 ઓક્ટોબરે નોટિસ આપવામાં આવી હતી. આ પહેલાં 14 ઓક્ટોબરે તેમને ભારત છોડી દેવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો, જેને બોમ્બે હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે અને આ કેસની આગામી સુનાવણી 2 નવેમ્બરના રોજ નક્કી કરાઈ છે.

ઇમરાન ખાને પોતાના 22 ઓક્ટોબરના જવાબમાં સ્પષ્ટ કર્યું છે કે FRRO દ્વારા ટાંકવામાં આવેલો મુંબઈ પોલીસનો રિપોર્ટ અધૂરો છે અને તેમની સામેના આરોપો પણ અસ્પષ્ટ તથા વિરોધાભાસી છે. તેમણે સક્ષમ બચાવ કરવા માટે મુંબઈ પોલીસના રિપોર્ટ સહિતના તમામ સંબંધિત દસ્તાવેજો અને પુરાવાઓની સંપૂર્ણ માહિતી માંગણી કરી છે. એક્ટરે સુપ્રીમ કોર્ટના જૂના ચુકાદાઓનો હવાલો આપતા કહ્યું છે કે નેચરલ જસ્ટિસના નિયમો અનુસાર OCI કાર્ડ ધારક સામે કોઈ પણ પગલાં લેતા પહેલાં તેને તમામ વિગતોથી માહિતગાર કરવા જરૂરી છે, પરંતુ અહીં તેમને મુંબઈ પોલીસનો રિપોર્ટ કે અન્ય મટીરિયલ્સ આપવામાં આવ્યા નથી.

આ કેસમાં એક્ટરે એ વાત પર પણ ભાર મૂક્યો છે કે પોલીસ દ્વારા નોટિસમાં તેમના જે નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પણ અધૂરો છે અને એફઆઈઆર નોંધતી વખતે પોલીસે તેમનું કોઈ નિવેદન લીધું જ નહોતું. ગેરકાયદેસર રીતે ભેગા થવાના આરોપસર પોલીસે ઇમરાન ખાન સહિતના અનેક લોકો સામે એફઆઈઆર નોંધી હતી અને ઇમિગ્રેશન એક્ટ હેઠળ તેમને ભારત છોડવાની નોટિસ આપી હતી. જોકે, ગત 27 ઓક્ટોબરે બોમ્બે હાઇકોર્ટે કેન્દ્ર સરકારની વિનંતીને માન આપીને સોલિસિટર જનરલ તુષાર મહેતાને હાજર રહેવા માટે સમય આપતા આ નોટિસ પર 2 નવેમ્બર સુધી રોક લગાવી દીધી છે.

LATEST ARTICLES