જામનગરના નાનકપુરી વિસ્તારમાં આવેલા સંત કંવરરામ ચોક સ્થિત અમર શહીદ સંત કંવરરામ સાહેબ મંદિરમાં આગામી તા. ૨૯/૧૦/૨૦૨૬ થી તા. ૧/૧૧/૨૦૨૬ સુધી સંત કંવરરામ સાહેબનો ૮૭ મો વરસી મહોત્સવ ખૂબ જ શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવશે. સંત વાસુરામ દરબાર સુરતના ગાદીનશીન બાબા સાઈ ગિરીશલાલા સાહેબજીની વિશેષ ઉપસ્થિતિ અને અધ્યક્ષતામાં આ સમગ્ર ધાર્મિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય તેવી સંભાવના છે.
આ ચાર દિવસીય મહોત્સવની શરૂઆત તા. ૨૯/૧૦ ના ગુરુવારે રાત્રે ૯-૩૦ વાગ્યે મહાઆરતી અને અન્નકુટ દર્શનથી થશે. ત્યારબાદ તા. ૩૦/૧૦ ના શુક્રવારે રાત્રે ૮ વાગ્યે ગુરુનાનક દરબારમાં અખંડ પાઠ સાહેબનો પ્રારંભ થશે અને બાલા હનુમાન મંદિર ખાતે રાત્રે ૯-૩૦ વાગ્યે ધૂન યોજાશે. તા. ૩૧/૧૦ ના શનિવારે સાંજે ૫-૩૦ વાગ્યે સુખમની સાહેબ પાઠ, રાત્રે ૭-૩૦ વાગ્યે અખંડ ધૂની સાહેબ તેમજ રાત્રે ૧૦-૩૦ વાગ્યે ભાવનગરના જાણીતા કલાકારો લખન ભગત અને નિલેશ ભગતનો ભક્તિસંગીતનો કાર્યક્રમ યોજાશે. મહોત્સવના અંતિમ દિવસે એટલે કે તા. ૧/૧૧ ના રવિવારે સવારે ૧૧ વાગ્યે ઝંડાસાહેબ ઉત્સવ, સાંજે ૭ વાગ્યે ભવ્ય શોભાયાત્રા (ઝાંખી), રાત્રે ૯-૧૫ વાગ્યે ૮૭ જ્યોત સાહેબ સંગ મનહારણ અને રાત્રે ૯-૩૦ વાગ્યે મહાપ્રસાદ (લંગર પ્રસાદ) નું વિશેષ આયોજન રાખવામાં આવ્યું છે.
આ ધાર્મિક મહોત્સવના સફળ આયોજન અને અન્ય કોઈપણ માહિતી માટે શ્રદ્ધાળુઓ નરેન્દ્રભાઈ (મો. ૯૯૧૩૮ ૯૮૯૭૯), રૂપેશભાઈ (મો. ૯૭૧૪૨ ૩૪૨૬૦) અથવા કૈલાશભાઈ (મો. ૮૨૦૦૦ ૪૭૪૬૩) નો સંપર્ક કરી શકે છે. સમિતિ દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ ઉત્સવનો લાભ લેવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
