JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
વાયરલ

અંબાણી પરિવારના બાળકોનો ક્યુટ વીડિયો વાયરલ, સોશિયલ મીડિયા પર લોકોએ કહ્યું બાળકો તો બધા સરખા જ હોય

Oct 29, 2026 | 15:50 | By JAMNAGAR MIRROR
અંબાણી પરિવારના બાળકોનો ક્યુટ વીડિયો વાયરલ, સોશિયલ મીડિયા પર લોકોએ કહ્યું બાળકો તો બધા સરખા જ હોય
મુંબઈમાં જીયો પ્લેટફોર્મ્સના લિસ્ટિંગ ઈવેન્ટ દરમિયાન મુકેશ અંબાણીના પૌત્ર-પૌત્રીઓની મસ્તીનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. સ્ટેજ પર દોડાદોડ કરતા અને ફૂલો વચ્ચે રમતા આ બાળકોના ક્યુટ અંદાજને જોઈને યુઝર્સ દિલ ખોલીને કોમેન્ટ્સ કરી રહ્યા છે.

મુંબઈના નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે 28, 2026ના રોજ યોજાયેલી જીયો પ્લેટફોર્મ્સની સ્ટોક માર્કેટ ડેબ્યુ ઈવેન્ટમાં દેશના સૌથી મોટા બિઝનેસ હાઉસ સાથે જોડાયેલી ગંભીર પળો વચ્ચે અંબાણી પરિવારના નાના ભૂલકાઓએ તમામનું ધ્યાન ખેંચી લીધું હતું. આ એક ગ્રાન્ડ કોર્પોરેટ ઈવેન્ટ હતી, પરંતુ સ્ટેજ પર અને તેની આસપાસ મુકેશ અંબાણીના પૌત્ર-પૌત્રીઓની મસ્તીએ અસલી લાઈમલાઈટ ચોરી લીધી હતી. આ જીવંત ક્ષણોના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, જેમાં બાળકોની નિખાલસ માસૂમિયત સ્પષ્ટપણે નજરે પડી રહી છે.

વાયરલ થયેલા આ વીડિયો ક્લિપ્સમાં એક બાળક ફ્લોરલ ડેકોરેશન વચ્ચે સૂતેલું નજરે પડે છે, તો બીજા એક વીડિયોમાં આકાશ અંબાણી જ્યારે ગેધરિંગને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે બાળક સ્ટેજ પર આજુબાજુ દોડતું જોવા મળ્યું હતું. આ દરમિયાન શ્લોકા મહેતા બાળકને પ્રેમથી સમજાવીને ત્યાંથી લઈ જવાનો પ્રયાસ કરતી દેખાઈ હતી. આ સિવાય ડ્રોન કેમેરો જોઈને અંબાણી પરિવારના બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. મુકેશ અને નીતા અંબાણીના ચાર પૌત્ર-પૌત્રીઓમાં આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના સંતાનો પૃથ્વી અને વેદા તેમજ ઈશા અંબાણી અને આનંદ પીરામલના જુડવા બાળકો આદ્યા શક્તિ અને કૃષ્ણા સામેલ છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ યુઝર્સ તરફથી ખૂબ જ મજેદાર અને સુંદર પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક યુઝરે લખ્યું કે જ્યારે આ બાળક મોટો થશે અને કદાચ કોઈ કંપનીનો સીઈઓ બનશે ત્યારે આ વીડિયો જોશે. તો બીજા એક યુઝરે લખ્યું કે બાળકોને બાળકની જેમ રમતા જોવું અને નોકર કે નેનીના બદલે તેમની માતાઓ દ્વારા તેમની સંભાળ રાખવી ખૂબ જ સુંદર છે, સૌથી સારી વાત એ છે કે પેરેન્ટ્સ જરાય પરેશાન થયા વગર પૂરા ધીરજ અને પ્રેમથી બાળકોને હેન્ડલ કરી રહ્યા છે. આ ઘટનાએ સાબિત કરી દીધું કે દેશના સૌથી અમીર પરિવારના બાળકો પણ સામાન્ય બાળકોની જેમ જ હસી-ખુસીને મોટો થઈ રહ્યા છે.

LATEST ARTICLES