કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાસિમ-જોમાર્ટ ટોકાએવે તાજેતરના સ્ટેટ ઓફ ધ નેશન એડ્રેસમાં દેશના વિકાસનો નવો તબક્કો શરૂ કરવાની જાહેરાત કરી છે. સેન્ટ્રલ એશિયાના આ સૌથી મોટા દેશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોગ્રામ સાથે ઉર્જા સુરક્ષા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ પર ફરીથી ખાસ જોર આપ્યું છે. રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું છે કે કઝાકિસ્તાને માત્ર ડિજિટલ ટેકનોલોજીના વપરાશકર્તા બનીને નથી રહેવાનું, પરંતુ પોતાની સ્વતંત્ર ટેકનોલોજીકલ ક્ષમતાઓ પણ વિકસાવવાની છે જેથી દેશ પ્રાદેશિક હબ તરીકે આગળ વધી શકે.
આ મહત્વપૂર્ણ સંબોધનમાં રાષ્ટ્રપતિએ શહેરી વિકાસ અને નાગરિકોની સુખાકારી પર પણ વિશેષ ભાર મૂક્યો છે. તેમણે મોટા શહેરો માટે સરકાર દ્વારા મંજૂર કરાયેલા મિડિયમ અને લોંગ ટર્મ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવા પર ભાર મૂક્યો છે, જેમાં સુરક્ષા, કમ્ફર્ટ અને આકર્ષણને સરકારી પ્રાથમિકતા ગણવામાં આવશે. આ વ્યાપક આર્થિક એજન્ડા હેઠળ મોંઘવારી (ઇન્ફ્લેશન) નિયંત્રણમાં રાખવી, પબ્લિક સ્પેન્ડિંગ સુધારવું અને રિયલ ઇકોનોમીમાં વધુ ફાઇનાન્સિંગ ચેનલ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે, જેના માટે કોમર્શિયલ બેંકોને પણ રોકાણ અને લોન વધારવા તાકીદ કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિ ટોકાએવના આ નવા વિઝનથી દેશના સામાન્ય નાગરિકોના જીવનધોરણમાં મોટો સુધારો આવશે તેવી અપેક્ષા છે. તેમણે જણાવ્યું હતું કે આપણે આપણી ક્ષમતાઓનું વાસ્તવિક મૂલ્યાંકન કરવું પડશે અને લોકોની ભલાઈ માટે નવી ટેકનોલોજી શ્રેષ્ઠ પરિણામો આપે તે દિશામાં કામ કરવું પડશે. સરકારના આ આક્રમક પગલાં અને ભવિષ્યની નીતિઓથી કઝાકિસ્તાન વૈશ્વિક સ્તરે ટેકનોલોજી અને ઉર્જા ક્ષેત્રે એક મજબૂત ખેલાડી તરીકે ઉભરી આવશે તે નક્કી છે.
