દેશના શેરબજાર અને રોકાણકારો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સેટિના ચીફ તુહિન કાંતા પાંડેએ એક ઇવેન્ટમાં મોટી જાહેરાત કરતા જણાવ્યું કે આ આગામી 1 નવેમ્બરથી એસેટ મેનેજમેન્ટ કંપનીઓના ડિજિટલ પ્લેટફોર્મ પર ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ પ્લાન ઓટોમેટિકલી ડિફોલ્ટ ઓપ્શન બની જશે. જો કોઈ રોકાણકાર રેગ્યુલર પ્લાન પસંદ કરશે તો તેણે ઊંચા ખર્ચ વિશે ખાસ જાણકારી આપવી પડશે. આ ઉપરાંત, ભારતીય માર્કેટમાં વિદેશી રોકાણકારો વધવા છતાં તેઓ અન્ય દેશોમાં પણ રોકાણના વિકલ્પો કેમ તલાશે છે તે મુદ્દે પણ તેમણે ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે આપણે પાલન સંબંધિત બોજને ઘટાડીને માર્કેટને વધુ સરળ બનાવવું જોઈએ.
ડાયરેક્ટ પ્લાન અને રેગ્યુલર પ્લાન બંને એક જ સ્કીમમાં રોકાણ કરે છે પરંતુ તેમાં તફાવત માત્ર ડિસ્ટ્રિબ્યુશન કોસ્ટનો હોય છે. ડાયરેક્ટ પ્લાનમાં એક્સપેન્સ રેશિયો ઓછો હોવાથી લાંબા ગાળે રિટર્ન સારું મળે છે. સેટિના સર્વે મુજબ દેશના 63 ટકા households સિક્યોરિટીઝ માર્કેટ વિશે જાણે છે પરંતુ માત્ર 9.5 ટકા લોકો જ માર્કેટમાં ભાગ લે છે. રોકાણ કરતા પહેલાં લોકોએ સાચી સમજ હોવી ખૂબ જરૂરી છે. આ માટે સેટિ એફપીઆઈના નિયમો સરળ બનાવવા માટે આરબીઆઈ સાથે મળીને કામ કરી રહી છે જેથી ડિજિટાઈઝેશન દ્વારા ઓનબોર્ડિંગ ઝડપી બને. એટલું જ નહીં, વર્ષ 2025માં આઈપીઓ ની સંખ્યામાં ભારત દુનિયામાં પહેલા નંબરે રહ્યું છે ત્યારે સેટિ હવે આઈપીઓ અને એસએમઈ લિસ્ટિંગના નિયમોની પણ સમીક્ષા કરી રહી છે જેથી શેલ કંપનીઓ અને જોખમોને દૂર કરી શકાય.
આજના આધુનિક સમયમાં સોશિયલ મીડિયા પર વધી રહેલા ફ્રોડ સામે પણ સેટિએ કડક વલણ અપનાવ્યું છે. વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપ દ્વારા શંકાસ્પદ કે ગેરંટીડ રિટર્નના વાયદા કરી લોકોને લૂંટવામાં આવી રહ્યા છે જેને ડામવા માટે સેટિએ કડક તૈયારી કરી લીધી છે. રોકાણકારો ફ્રોડથી બચે તે માટે સેટિ ચેક નામનું ટુલ પણ લાવવામાં આવ્યું છે જેના દ્વારા યુપીઆઈ આઈડી કે બેંક એકાઉન્ટ વેરિફાઈ કરી શકાય છે. ગૂગલ પ્લે સ્ટોર પર પણ ટ્રેડિંગ એપ્સ માટે વેરિફાઈડ લેબલ લગાવવામાં આવ્યા છે જેથી સામાન્ય નાગરિકો ખોટી જાળમાં ફસાઈને લાખો રૂપિયા ગુમાવતા અટકે.
