આજકાલ દેશમાં કવિકમર્સનો ટ્રેન્ડ પૂરબહારમાં ખીલ્યો છે, જ્યાં ગ્રાહકો એક ક્લિક કરે અને મિનિટોમાં જ જરૂરી ચીજવસ્તુઓ હાથમાં આવી જાય છે. આ માહોલ વચ્ચે હવે ફેશન અને રિટેલ ક્ષેત્રે પણ ચર્ચા શરૂ થઈ છે કે શું ખાણીપીણી કે દૂધ-શાકભાજીની જેમ કપડાં પણ માત્ર 8 મિનિટમાં ડિલિવર કરવા ખરેખર જરૂરી છે કે કેમ. આ મુદ્દે નાયકાના એક્ઝિક્યુટિવ અદ્વૈતા નાયરે તાજેતરમાં એક મહત્વનું નિવેદન આપ્યું છે, જેના કારણે ઈ-કોમર્સ અને ફેશન ઇન્ડસ્ટ્રીમાં નવો જ ગરમાવો આવ્યો છે.
વર્તમાન સમયમાં ભારતીય બજારમાં ઇન્સ્ટન્ટ ડિલિવરીનો ક્રેઝ યુવાનોમાં ખૂબ જ વધી રહ્યો છે અને દેશના સ્ટાર્ટઅપ્સ પણ આ દોડમાં આગળ નીકળવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગ્રોસરી અને રોજિંદી જરૂરિયાતો માટે તો 8 થી 10 મિનિટની ડિલિવરી હવે સામાન્ય બનતી જાય છે, પરંતુ ફેશન અને રિટેલ ક્ષેત્ર આ મામલે થોડું અલગ વિચારે છે. અદ્વૈતા નાયરના આ સવાલે કઝ્યુમર ટ્રેન્ડ્સ અને ઓનલાઈન શોપિંગની આદતો પર ગંભીર વિચારણા કરવા માટે વેપારીઓ અને ગ્રાહકો બંનેને મજબૂર કર્યા છે.
આ ચર્ચા માત્ર એક બ્રાન્ડ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ઇન્ડસ્ટ્રીના ભવિષ્ય અને ગ્રાહકોની ખરીદીની માનસિકતા સાથે જોડાયેલી છે. આગામી સમયમાં જ્યારે કંપનીઓ ફાસ્ટ ડિલિવરીના નામે મોટો ખર્ચ કરી રહી છે, ત્યારે ગ્રાહકો તરફથી આ પ્રકારની ઇન્સ્ટન્ટ ફેશન સર્વિસને કેટલો સપોર્ટ મળે છે તે જોવું રસપ્રદ રહેશે. આ સવાલે આખરે રિટેલ માર્કેટમાં એક મોટો મુદ્દો છેેડ્યો છે કે સ્પીડ મહત્ત્વની છે કે પછી ક્વોલિટી અને શોપિંગનો અનુભવ.
