પ્રખ્યાત રોક બેન્ડ My Chemical Romance હાલમાં તેની આલ્બમ ધ બ્લેક પેરેડના 20 વર્ષ પૂરા થવાની ખુશીમાં લોસ એન્જલસના હોલીવુડ બાઉલ ખાતે શાનદાર રેસિડેન્સી ઉજવી રહ્યું છે. આ જ કોન્સર્ટ દરમિયાન બેન્ડ દ્વારા એક થિયેટ્રિકલ સિક્વન્સ રજૂ કરવામાં આવી હતી, જેમાં ડાન્સર્સે ડલ્લાસ કાઉબોય્સ ચીયરલીડર્સના આઈકોનિક બ્લુ-એન્ડ-વાઈટ યુનિફોર્મ જેવા જ પોશાક પહેર્યા હતા. આ મામલે ચીયરલીડિંગ બ્રાન્ડની માલિક કંપની પ્રો સિલ્વર સ્ટાર લિમિટેડે ટેક્સાસની એક કોર્ટમાં અરજી દાખલ કરીને બેન્ડને આવા કોસ્ચ્યુમનો ઉપયોગ કરતા અટકાવવા માટે અદાલતી હુકમની માંગણી કરી છે.
આ વિવાદની શરૂઆત 21 ઓક્ટોબર 2026ના રોજ યોજાયેલા પરફોર્મન્સથી થઈ હતી, જ્યારે ટીનેજર્સ અને ડિસઇન્ચેન્ટેડ જેવા ગીતો પર ડાન્સર્સે પ્રોપ રાઈફલ્સ સાથે સ્ટેજ પર ગનફાઈટનું નાટક ભજવ્યું હતું. પ્રો સિલ્વર સ્ટાર કંપનીનું કહેવું છે કે હિંસક પર્ફોર્મન્સમાં તેમની બ્રાન્ડ જેવા જ કપડાંનો ઉપયોગ થવાથી ડલ્લાસ કાઉબોય્સ ચીયરલીડર્સની પ્રતિષ્ઠા અને કમર્શિયલ વેલ્યુને મોટું નુકસાન થઈ શકે છે. સોશિયલ મીડિયા પર પણ કેટલાક યૂઝર્સે આ ડાન્સર્સને અસલી ચીયરલીડર્સ સમજી લીધા હતા, જેને કંપનીએ ટ્રેડમાર્કનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
કંપનીએ ગત 23 ઓક્ટોબરના રોજ કોર્ટમાં ટેમ્પરરી રિસ્ટ્રેનિંગ ઓર્ડર અને પ્રિલિમિનરી ઇન્જન્કશન માટે અરજી કરી હતી, જેમાં વ્હાઇટ બૂટ્સ, શોર્ટ્સ અને બ્લુ ક્રોપ ટોપ જેવા પોશાક પર રોક લગાવવાની માંગ છે. જોકે, બેન્ડ દ્વારા આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ આ કાનૂની લડાઈ કલાત્મક અભિવ્યક્તિ અને ટ્રેડમાર્ક સુરક્ષા વચ્ચેની સીમાઓ પર મોટો સવાલ ઊભો કરે છે.
