કેન્દ્રીય કર્મચારીઓ માટે આગામી 8th Pay Commission ને લઈને ચર્ચાઓનું જોર હવે પૂરબહારમાં છે. મુંબઈમાં કર્મચારી સંગઠનો અને પેન્શનર્સ સાથે બેઠકોનો દોર પૂરો થયા બાદ હવે વાર્ષિક બેઝિક પે ઇન્ક્રિમેન્ટ રેટ સૌથી મોટો મુદ્દો બનીને સામે આવ્યો છે. અત્યાર સુધી કર્મચારીઓને દર વર્ષે 3 ટકાના દરે ઇન્ક્રિમેન્ટ મળે છે, જેની સામે કર્મચારી યુનિયનોએ મોંઘવારી સામે પહોંચી વળવા માટે વાર્ષિક ઇન્ક્રિમેન્ટ રેટ 5 થી 7 ટકા સુધી લઈ જવાની જોરદાર માંગ ઉઠાવી છે. કર્મચારીઓનું કહેવું છે કે જો ઇન્ક્રિમેન્ટ રેટ વધશે તો સેલેરીમાં મોટા વધારો માટે પૂરા 10 વર્ષ સુધી રાહ જોવી નહીં પડે અને આશ્રિતતા ઘટશે.
વિવિધ સંગઠનો જેવા કે NC-JCM, AIDEF અને FNPO દ્વારા 6 ટકા જ્યારે AINPSEF દ્વારા 7 ટકા વાર્ષિક ઇન્ક્રિમેન્ટની ભલામણ કરવામાં આવી છે. જો 2.28 ના ફિટમેન્ટ ફેક્ટર સાથે ગણતરી કરીએ તો, લેવલ 9 ના કર્મચારીઓનો શરૂઆતનો બેઝિક પગાર ₹ 53,100 થી વધીને સુધારેલ પગાર ₹ 1,21,068 થઈ શકે છે. તેવી જ રીતે લેવલ 10 માટે ₹ 56,100 ના બેઝિક પર સુધારેલ પગાર ₹ 1,27,908 અને લેવલ 11 માટે ₹ 67,700 ના બેઝિક પર સુધારેલ પગાર ₹ 1,54,356 સુધી પહોંચી શકે છે. જો વાર્ષિક ઇન્ક્રિમેન્ટ 7 ટકા થાય તો આ કર્મચારીઓની કમાણીમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે.
આ ગણતરી મુજબ જો 2.28 નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય અને ઇન્ક્રિમેન્ટ રેટ વધે તો લેવલ 9 ના કર્મચારીઓને 10 વર્ષમાં અંદાજે ₹ 34 લાખ, લેવલ 10 ના કર્મચારીઓને ₹ 36 લાખ અને લેવલ 11 ના કર્મચારીઓને અંદાજે ₹ 43 લાખ સુધીનો વધારાનો બેઝિક પગાર મળી શકે છે. જો કે, આ તમામ આંકડા અંદાજિત છે અને કર્મચારીઓએ ચોક્કસ વધારો જાણવા માટે 8th Pay Commission ના રિપોર્ટ અને સરકારના અંતિમ નોટિફિકેશનની રાહ જોવી પડશે.
