JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

ફ્લોરિડામાં પ્રોપર્ટી હરાજી રદ કરવાના વિવાદ પર કોર્ટનો મોટો ફેંસલો, ખરીદનારના અધિકારોનું સમર્થન

Oct 29, 2026 | 05:15 | By JAMNAGAR MIRROR
ફ્લોરિડામાં પ્રોપર્ટી હરાજી રદ કરવાના વિવાદ પર કોર્ટનો મોટો ફેંસલો, ખરીદનારના અધિકારોનું સમર્થન
ફ્લોરિડાની કોર્ટે હરાજીમાં પ્રોપર્ટી ખરીદનારને જાણ કર્યા વગર ડીલ કેન્સલ કરવાના નિર્ણયને પલટી નાખ્યો છે. એસોસિએશનનું લેણું ચૂકવી દીધા બાદ પણ ખરીદનાર કંપનીને પક્ષ રજૂ કરવાની તક ન મળતા કોર્ટે નવેસરથી સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે.

અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં પ્રોપર્ટીની હરાજીને લઈને એક રસપ્રદ અને કાયદાકીય દૃષ્ટિએ મહત્વનો કેસ સામે આવ્યો છે. અહીંના હિલ્સબરો કાઉન્ટીમાં ઘરના ઓનર જોસેફ મિલ્સની પ્રોપર્ટી હોમઓનર્સ એસોસિએશનના બાકી નીકળતા રૂપિયા નહીં ચૂકવવાને કારણે ઓક્ટોબર 2024માં ફોર્કોલોઝર ઓક્શન એટલે કે હરાજીમાં વેચાઈ ગઈ હતી. જોકે, આ હરાજી બાદ લોકલ કોર્ટે અગાઉ જે કેન્સલેશનનો ઓર્ડર આપ્યો હતો તેને ફ્લોરિડાની અપીલ કોર્ટે લગભગ 2 વર્ષ બાદ ફગાવી દીધો છે અને આ મામલે ફરીથી સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે.

આ પૂરા વિવાદની શરૂઆત હિ્કોરી લેક્સ એસ્ટેટ્સથી થઈ હતી જ્યાં મિલ્સ પાસે એક પ્રોપર્ટી હતી જેના માસિક એસોસિએશન ફીઝ ભરવાના નિયમો હતા, પરંતુ મિલ્સ સમયસર પેમેન્ટ કરી શક્યા ન હતા. પરિણામે એસોસિએશને કાયદાકીય કાર્યવાહી કરીને ફેબ્રુઆરી 2024માં કોર્ટમાં કેસ કર્યો અને ઓગસ્ટ સુધીમાં પ્રોપર્ટી વેચીને દેવું વસૂલવાનો ઓર્ડર મેળવી લીધો, જેના આધારે 18 ઓક્ટોબર 2024ના રોજ હરાજી યોજાઈ હતી. આ હરાજીમાં રિયલ એસ્ટેટ સર્વિસિસ ગ્રુપ નામની કંપની સૌથી ઊંચી બોલી લગાવીને વિજેતા બની હતી અને કોર્ટ ક્લર્કે તેમને સેલનું સર્ટિફિકેટ પણ આપી દીધું હતું. હરાજી પૂરી થયાના માત્ર 5 દિવસ બાદ એટલે કે 23 ઓક્ટોબરે મિલ્સે એસોસિએશનના વકીલને બાકી રકમ ચૂકવી દીધી હતી અને એસોસિએશનની મંજૂરીથી કોર્ટમાં હરાજી રદ કરવા અરજી કરી હતી, જેને નીચલી કોર્ટે ખરીદનાર કંપનીને કોઈ પણ પ્રકારની નોટિસ કે જાણ કર્યા વગર મંજૂર પણ કરી લીધી હતી.

જ્યારે વિજેતા બાયર કંપનીને ખબર પડી કે તેમની ખરીદેલી પ્રોપર્ટીની હરાજી કોઈને કહ્યા વગર જ કેન્સલ કરી દેવાઈ છે, ત્યારે તેમણે તેનો સખત વિરોધ કર્યો હતો કારણ કે હરાજી જીત્યા બાદ તેમના કાનૂની હકો ઊભા થઈ ગયા હતા. નીચલી કોર્ટે રિયલ એસ્ટેટ સર્વિસિસ ગ્રુપની અરજી ફગાવી દીધી, જેથી કંપની ફ્લોરિડાની સેકન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ઓફ અપીલના શરણે ગઈ હતી. અપીલ કોર્ટે પોતાના ફેંસલામાં સ્પષ્ટ કર્યું કે ભલે પ્રોપર્ટીની ફાઇનલ ટ્રાન્સફર પ્રક્રિયા બાકી હોય, પરંતુ હરાજી જીતનાર ખરીદનારના પણ કાનૂની હકો હોય છે અને તેને સાંભળ્યા વગર એકતરફી નિર્ણય ન લઈ શકાય. કોર્ટે અગાઉનો કેન્સલેશન ઓર્ડર રદ કરીને કેસ પાછો હિલ્સબરો કાઉન્ટી કોર્ટમાં મોકલી આપ્યો છે, જ્યાં હવે બંને પક્ષોને યોગ્ય નોટિસ આપીને નવેસરથી સુનાવણી હાથ ધરવામાં આવશે.

LATEST ARTICLES