JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

માણસામાં રેડ ક્રોસ સોસાયટી અને નર્સિંગ કોલેજ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

Oct 29, 2026 | 05:15 | By JAMNAGAR MIRROR
માણસામાં રેડ ક્રોસ સોસાયટી અને નર્સિંગ કોલેજ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ
માણસાના આનંદી માના વડલે યોજાયેલી શિબિરમાં 101 વિદ્યાર્થીઓએ થેલેસેમિયા ટેસ્ટ કરાવ્યો હતો અને 17 યુવાનોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા રેડક્રોસના વાઈસ ચેરમેન દિનેશ વ્યાસે દરેક ગામમાં રક્તદાતા સેવા જૂથ બનાવવા અપીલ કરી હતી.

માણસાના આનંદી માના વડલે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની માણસા તાલુકા શાખા અને આજોલની સીએચએમ શાહ નર્સિંગ કોલેજના સંયુક્ત ઉપક્રમે તેમજ ગાંધીનગર જિલ્લા રેડક્રોસ શાખાના સહયોગથી ખાસ થેલેસેમિયા ટેસ્ટ અને સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞમાં મોટી સંખ્યામાં યુવાનો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ શિબિર દરમિયાન કુલ 101 નર્સિંગ વિદ્યાર્થીઓએ પોતાના થેલેસેમિયા ટેસ્ટ કરાવીને જાગૃતિ દાખવી હતી, જ્યારે ઉત્સાહી યુવાનો પૈકી 17 જણાએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગાંધીનગર જિલ્લા શાખાના વાઈસ ચેરમેન અને ધરતી રત્ન એવોર્ડથી સન્માનિત દિનેશ વ્યાસે યુવા પેઢીનું માર્ગદર્શન કર્યું હતું.

તેમણે યુવાનોને ખાસ અપીલ કરી હતી કે જન્મદિવસ કે અન્ય કોઈ પણ શુભ પ્રસંગોએ રક્તદાન કરીને સાચા અર્થમાં જીવનદાતા બનવું જોઈએ. એટલું જ નહીં, તેમણે જિલ્લાના દરેક ગામમાં અચૂકપણે રક્તદાતા સેવા જૂથ બનાવવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો જેથી જરૂરિયાતના સમયે કોઈએ મુશ્કેલીમાં નવું મુકાવું પડે અને નિયમિત રક્તદાન દ્વારા સેવાયજ્ઞ ધમધમતો રહે.

LATEST ARTICLES