JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

UMANG એપ નથી કરી રહી કામ, તો ટેન્શન વગર મિનિટોમાં ચેક કરો PF બેલેન્સ અને ઉપાડો પૈસા

Oct 28, 2026 | 19:30 | By JAMNAGAR MIRROR
UMANG એપ નથી કરી રહી કામ, તો ટેન્શન વગર મિનિટોમાં ચેક કરો PF બેલેન્સ અને ઉપાડો પૈસા
નોકરી કરતા લોકો માટે પ્રોવિડન્ટ ફંડ ખૂબ મહત્વનું છે પરંતુ જો UMANG એપમાં કોઈ ટેકનિકલ ખામી કે સર્વર ડાઉન હોય તો પરેશાન થવાની જરૂર નથી. કર્મચારીઓ EPFOના અધિકૃત પોર્ટલ દ્વારા ઘેરબેઠા જ સરળતાથી પોતાનું PF બેલેન્સ ચેક કરી શકે છે અને ઓનલાઈન ક્લેમ પણ કરી શકે છે.

નોકરી કરતા લોકો માટે પ્રોવિડન્ટ ફંડ એટલે કે PF એ ભવિષ્યની મૂડી અને આર્થિક સુરક્ષાનો મોટો આધાર છે. કર્મચારીઓ અવારનવાર પોતાનું PF બેલેન્સ ચેક કરવા, પાસબુક જોવા અને જરૂરિયાતના સમયે પૈસા ઉપાડવા માટે UMANG એપનો ઉપયોગ કરતા હોય છે. જો કે, કેટલીકવાર ટેકનિકલ ખામી કે સર્વર ડાઉન હોવાને કારણે આ એપ પર સેવાઓ અટકી જાય છે અને સામાન્ય માણસ ચિંતામાં મૂકાઈ જાય છે. આવી સ્થિતિમાં જરાય ટેન્શન લીધા વગર તમે અન્ય વિકલ્પો દ્વારા તમારા અટકેલા કામ ચાલુ રાખી શકો છો.

આવી સ્થિતિમાં સૌપ્રથમ EPFO ના અધિકૃત પાસબુક પોર્ટલ પર જઈને તમારો UAN નંબર અને પાસવર્ડ નાખીને લૉગિન કરો અને સંબંધિત Member ID પસંદ કરો, જેથી તમે ખાતામાં જમા રકમ, કર્મચારી અને નોકરીદાતાનું યોગદાન તેમજ વ્યાજની વિગતો જોઈ શકો છો. જો તમારે PF ના પૈસા ઉપાડવા હોય તો EPFO ના મેમ્બર પોર્ટલ પર જઈને ઓનલાઈન ક્લેમનો વિકલ્પ પસંદ કરો. આ પ્રક્રિયા કરતા પહેલા તમારો UAN એક્ટિવ હોવો અને Aadhar, PAN તથા બેંક ખાતાની જરૂરી KYC માહિતી પૂરી હોવી અનિવાર્ય છે જેથી અરજી અટકે નહીં, અને જો આધાર આધારિત OTP માંગવામાં આવે તો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલો OTP નાખીને વેરિફિકેશન પૂરું કરો.

ઘણીવાર એવું બને છે કે ઓનલાઈન ક્લેમ સબમિટ કર્યા પછી પણ તરત પૈસા બેંક ખાતામાં નથી આવતા, તેથી પોર્ટલ પર આપેલા ક્લેમ સ્ટેટસ વિકલ્પથી અરજીની સ્થિતિ ચેક કરતા રહેવું કારણ કે આ પ્રક્રિયાના નિકાલમાં થોડો સમય લાગી શકે છે. આ રીતે થોડી કાળજી રાખીને તમે કોઈપણ વચેટિયા કે મુશ્કેલી વગર જાતે જ તમારા મોબાઈલ કે કમ્પ્યુટરથી PF સાથે જોડાયેલા તમામ કામ મિનિટોમાં પતાવી શકો છો.

LATEST ARTICLES