JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
હવામાન

આંધ્ર પ્રદેશમાં ચક્રવાત અર્નબનો કહેર, 55 થી વધુ ટ્રેનો અને ફ્લાઇટ્સ રદ થતાં 5 લોકોના મોત

Oct 28, 2026 | 19:18 | By JAMNAGAR MIRROR
આંધ્ર પ્રદેશમાં ચક્રવાત અર્નબનો કહેર, 55 થી વધુ ટ્રેનો અને ફ્લાઇટ્સ રદ થતાં 5 લોકોના મોત
બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન અર્નબે આંધ્ર પ્રદેશ અને યાનમના દરિયાકાંઠે તારાજી સર્જી છે. તોફાનના કારણે 5 લોકોના મોત થયા છે અને 89000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. ભારે વરસાદ અને પવનને કારણે 55 થી વધુ ટ્રેનો અને ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન અર્નબ અત્યંત પ્રચંડ અને ભયાનક રૂપ ધારણ કરીને આંધ્ર પ્રદેશ અને યાનમના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકી ચૂક્યું છે. વાવાઝોડું કાંઠે આકડાપ્રહાર સાથે જમીન પર ઉતરતાની સાથે જ આ સમગ્ર તટીય વિસ્તારમાં ભારે તારાજી અને વિનાશના દ્રશ્યો સર્જાયા છે. આ 125 થી 135 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ગતિ અને 150 કિલોમીટર પ્રતિ કલાકના ઘાતક ઝાપટાંઓ સાથે ફૂંકાયેલા પવને તટીય જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ચક્રવાત ત્રાટકવાના કારણે આંધ્ર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જેના કારણે વૃક્ષો અને કાચા મકાનો જમીનદોસ્ત થઈ ગયા છે.

આ વાવાઝોડાને લગતી જુદી-જુદી હોનારતમાં અત્યાર સુધીમાં 5 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. પશ્ચિમ ગોદાવરી જિલ્લાના ભીમાવરમમાં મધ્યરાત્રિએ અચાનક મોટું વૃક્ષ ધરાશાયી થતાં 46 વર્ષીય ચોક્કા કિશોર કુમાર નામના વ્યક્તિનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે વીજળીનો થાંભલો પડવાથી એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે. બીજી તરફ વિશાખાપટ્ટનમમાં ખેતરની નિક પાસે તૂટી પડેલા ચાલુ વીજવાયરના સંપર્કમાં આવી જતાં 53 વર્ષીય વ્યક્તિએ અને અનાકાપલ્લી જિલ્લાના યેલમંચિલીમાં ખુલ્લા પડેલા વીજવાયર પર પગ આવી જતાં 55 વર્ષીય મહિલાનું વીજ કરંટ લાગવાથી કરૂણ મોત નીપજ્યું છે.

વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવવા માટે રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવી દેવામાં આવી છે અને આંધ્ર પ્રદેશ, ઓડિશા તથા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 89000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડી લેવામાં આવ્યા છે. ભારે પૂર અને વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને 55 થી વધુ ટ્રેનો અને તમામ ફ્લાઇટ્સ રદ કરી દેવાઈ છે, તેમજ ઓડિશાના 16 જિલ્લાઓમાં શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ પૂર્ણપણે બંધ રાખવામાં આવી છે જેથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય.

LATEST ARTICLES