JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો 24k થી 18k સુધીના લેટેસ્ટ રેટ્સ

Oct 28, 2026 | 18:26 | By JAMNAGAR MIRROR
તહેવારો અને લગ્નની સિઝન વચ્ચે સોનાના ભાવમાં ફરી તેજી જોવા મળી છે. તનિષ્ક, મલબાર અને કલ્યાણ જ્વેલર્સ જેવા મોટા બ્રાન્ડ્સમાં પ્રતિ ગ્રામ ભાવ વધી ગયા છે ત્યારે ખરીદી કરતા પહેલા જાણી લો આજના લેટેસ્ટ રેટ્સ.

તારીખ 28 ઓક્ટોબર, 2026 ના રોજ દેશના મોટા જ્વેલર્સ જેમ કે તનિષ્ક, મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ, કલ્યાણ જ્વેલર્સ અને જॉयલુક્કાસમાં સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના અહેવાલ મુજબ ગઈકાલની સરખામણીએ આજે સોનાના ભાવ ઉપર ગયા છે, જ્યારે ચાંદીના ભાવમાં થોડી રાહત જોવા મળી છે. જો તમે પણ કોઈ તહેવાર, લગ્ન કે ઇન્વેસ્ટમેન્ટ માટે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો ખરીદી કરતા પહેલા હોલમાર્ક, પ્યોરિટી, મેકિંગ ચાર્જ અને ટેક્સ બાબતોની પૂરી માહિતી મેળવી લેવી ખૂબ જરૂરી છે જેથી તમને સાચો અંદાજ આવી શકે.

આજના બજાર ભાવની વાત કરીએ તો તનિષ્ક ખાતે 22k સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 13,245 રૂપિયા છે, જે ગઈકાલે 13,175 રૂપિયા હતો. જ્યારે મલબાર ગોલ્ડ, જॉयલુક્કાસ અને કલ્યાણ જ્વેલર્સમાં 22k સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 13,195 રૂપિયા છે, જે ગઈકાલે 13,135 રૂપિયા હતો. IBJA ના આંકડા મુજબ 24k સોનું (999 પ્યોરિટી) પ્રતિ ગ્રામ 14,230 રૂપિયા, 22k સોનું 13,889 રૂપિયા, 20k સોનું 12,665 રૂપિયા, 18k સોનું 11,526 રૂપિયા અને 14k સોનું 9,178 રૂપિયા પ્રતિ ગ્રામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત 999 પ્યોરિટીવાળી ચાંદીનો ભાવ પ્રતિ કિલો 1,90,000 રૂપિયા નોંધાયો છે, જેમાં ગઈકાલની સરખામણીએ ઘટાડો થયો છે.

બજારના નિષ્ણાતોના મતે યુએસ ફેડના નિર્ણયો અને વૈશ્વિક પરિબળોને કારણે સોનાની બજારમાં ઉતાર-ચઢાવ ચાલુ છે. દિવાળીની સીઝનને કારણે ભારતમાં ફિઝિકલ ખરીદી મજબૂત રહેવાની અપેક્ષા છે. સોનું હાલમાં તેની બેઝ પ્રાઈસ બનાવી રહ્યું છે અને આગામી સપ્તાહોમાં બજારમાં 10 થી 15 ટકા સુધીનો રિકવરી બાઉન્સ જોવા મળી શકે છે. જો તમે સોવૈરિન ગોલ્ડ બોન્ડ અથવા ફિઝિક્સ ગોલ્ડમાં રોકાણ કરવાનું વિચારતા હોવ તો વર્તમાન માર્કેટ ટ્રેન્ડ અને રેટ્સ પર નજર રાખીને યોગ્ય નિર્ણય લેવો ફાયદાકારક સાબિત થશે.

LATEST ARTICLES