વર્ષ 2026 માં દલાલ સ્ટ્રીટ માટે સમય સારો નથી ચાલી રહ્યો અને અત્યાર સુધીમાં નિફ્ટી 50 ઈન્ડેક્સમાં 13 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 10 વર્ષમાં બજાર લગભગ ત્રણ ગણું વધ્યા બાદ હવે આ ઈન્ડેક્સ છેલ્લા એક દાયકાના સૌથી ખરાબ વાર્ષિક પ્રદર્શન તરફ આગળ વધી રહ્યો છે. બજારમાં આવેલા આ ઘટાડાને કારણે ઘણા રોકાણકારો સસ્તા ભાવે શેર ખરીદવાની તથશો શોધી રહ્યા છે, પરંતુ સવાલ એ છે કે શું આ ખરીદી કરવાનો બરાબર સમય છે કે પછી થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી જોઈએ? સ્પાર્ક કેપિટલ એડવાઈઝર્સના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર થ્યાગેશ બાબાના જણાવ્યા અનુસાર, ધીમી આર્થિક વૃદ્ધિ, ઊંચા ક્રૂડ ઓઈલના ભાવ અને મોંઘી વેલ્યુએશનને કારણે આગામી સમયમાં પણ માર્કેટના રિટર્ન પર કાપ આવી શકે છે.
બજારના આ પ્રદર્શન પાછળના કારણોની ચર્ચા કરીએ તો, નિફ્ટી 50 કંપનીઓ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 20 ટકાના વેગથી નફો નોંધાવશે તેવી અપેક્ષા છે, જે છેલ્લા 3 વર્ષમાં સૌથી ઝડપી છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે માત્ર બજાર ગગડ્યું છે એટલે આંખ બંધ કરીને ખરીદી ન કરવી જોઈએ. આગામી વર્ષ માટે બજારની રિકવરી મુખ્યત્વે ચાર બાબતો પર ટકેલી છે; જેમાં કંપનીઓની કમાણીમાં સતત વધારો, રેકોર્ડ આઉટફ્લો બાદ વિદેશી રોકાણકારોનું બજારમાં ફરી ફરવું, ક્રૂડ ઓઈલના ભાવોમાં ઘટાડો અને પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટમાં સુધારો સામેલ છે. અગાઉ 18 થી 20 ટકાના વ્યાજે લોન લઈને 11 થી 12 ટકા રિટર્ન મેળવવાનો જૂનો બિઝનેસ મોડેલ હવે લગભગ બદલાઈ ગયો છે અને બેન્કિંગ સિસ્ટમ તથા કોર્પોરેટ બેલેન્સ શીટ પહેલા કરતા વધુ મજબૂત બની છે.
આ તમામ પરિસ્થિતિઓને જોતા, માત્ર 13 ટકાના ઘટાડાને જોઈને એવું ન કહી શકાય કે બજાર રિકવરી માટે તૈયાર થઈ ગયું છે. રોકાણકારોએ વ્યાપક વેલ્યુએશન વધવાની આશા રાખવા કરતાં કંપનીઓની નફો રળવાની ક્ષમતા પર વધુ ધ્યાન આપવું જોઈએ. જો અર્થવ્યવસ્થા 10 થી 12 ટકાની નામિનલ ગ્રોથ રેટ ધરાવતી હોય, તો કંપનીઓનો 16 ટકાનો ગ્રોથ પણ મજબૂત ગણાય. ટૂંકમાં, જો તમે આ બજારના ઘટાડામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ, તો કંપનીઓના ત્રિમાસિક પરિણામો, વિદેશી રોકાણકારોની એન્ટ્રી અને ગ્લોબલ ફેક્ટર્સ પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે ધીમી આર્થિક ગતિ અને ઊંચી વેલ્યુએશન ટૂંક સમયમાં માર્કેટના રિટર્નને સીમિત રાખી શકે છે.
