JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

બેલેટ પેપરથી ચૂંટણી જીતાતી નથી, કોંગ્રેસનું અસ્તિત્વ જ જોખમમાં છે: ભાજપનો રાહુલ ગાંધી પર કટાક્ષ

Oct 28, 2026 | 14:16 | By JAMNAGAR MIRROR
બેલેટ પેપરથી ચૂંટણી જીતાતી નથી, કોંગ્રેસનું અસ્તિત્વ જ જોખમમાં છે: ભાજપનો રાહુલ ગાંધી પર કટાક્ષ
4 રાજ્યોમાં MLC ચૂંટણીના પરિણામો બાદ ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. બેલેટ પેપરથી થયેલી આ ચૂંટણીમાં પણ કોંગ્રેસ પોતાનું વજૂદ સાબિત કરવામાં નિષ્ફળ રહી હોવાનું ભાજપે જણાવ્યું છે.

દેશના 4 રાજ્યોમાં યોજાયેલી MLC ચૂંટણીના પરિણામો આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે. ભાજપે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કરતા દાવો કર્યો છે કે, આ ચૂંટણી બેલેટ પેપરથી યોજાઈ હોવા છતાં કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવવામાં નિષ્ફળ રહી છે. હાલમાં જ રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી કમિશન અને ઈવીએમ સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા હતા, ત્યારે ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ પત્રકાર પરિષદ યોજીને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરો ફડાકો માર્યો છે. ભાજપનું કહેવું છે કે, ચૂંટણી ભલે ઈવીએમથી થાય કે બેલેટ પેપરથી, જનતાનો સાથ મેળવવાની ક્ષમતા હવે કોંગ્રેસ પાસે રહી નથી.

ચૂંટણીના આંકડાકીય પરિણામો પર નજર કરીએ તો કર્ણાટકમાં ભાજપ અને જેડીએસ ગઠબંધને તમામ 4 ટીચર્સ અને ગ્રેજ્યુએટ્સ બેઠકો પર ભવ્ય જીત મેળવી છે, જેના કારણે સત્તાધારી કોંગ્રેસે તમામ બેઠકો ગુમાવવી પડી છે. આ શાનદાર જીત બાદ કર્ણાટક ભાજપે સોશિયલ મીડિયા પર કટાક્ષ કરતા લખ્યું કે, ડીકે, ઈટ્સ ડન, બ્રો! બીજી તરફ ઉત્તર પ્રદેશમાં ભાજપે 11માંથી 3 બેઠકો જીતી છે જ્યારે સમાજવાદી પાર્ટીએ વારાણસી અને આગ્રા બેઠક પર જીત મેળવી છે. વળી, બિહારની દરભંગા ટીચર્સ બેઠક પર પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીએ ખાતું ખોલ્યું છે, જ્યાં ઉમેદવાર સુરેશ પ્રસાદ રાઈએ કોંગ્રેસના બેઠેલા MLC મદન મોહન ઝા ને 324 વોટ્સે હરાવ્યા છે.

ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, રાહુલ ગાંધી લગભગ 2 સપ્તાહ સુધી વિદેશમાં ફરીને આવ્યા બાદ હવે આંદોલનની વાતો કરી રહ્યા છે, પરંતુ તેમણે સમજવું પડશે કે જનતા કે MLA તેમની સાથે નથી. જનતાનો સપોર્ટ મહેનતથી મળે છે, ફરવા જવાથી નહીં. આ તરફ ઉત્તર પ્રદેશમાં એસપી ચીફ અખિલેશ યાદવે ચૂંટણી પરિણામોમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો છે અને કાઉન્ટિંગ પ્રક્રિયા પર સવાલો ઉઠાવ્યા છે. હાલ કેટલાક રાજ્યોમાં મતગણતરી ચાલુ છે, પરંતુ આ ચૂંટણી પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે વિપક્ષી નેતાઓ માટે જનતાનો વિશ્વાસ જીતવો હવે પહેલા કરતા ઘણો વધુ પડકારજનક બન્યો છે.

LATEST ARTICLES