દેશમાં રોડ સેફટી અને ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી હંમેશાં અનોખા નિર્ણયો માટે જાણીતા છે. હવે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ દ્વારા એક ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું છે કે દેશના કોઈપણ ખૂણામાં જો રોડ પર ખાડા હોય કે હાઈવે ડેમેજ થયેલો હોય, તો સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ અને પત્રકારોએ આગળ આવીને તેના વીડિયો બનાવવા જોઈએ. મંત્રીનું માનવું છે કે જમીની હકીકત લોકો સુધી પહોંચવી ખૂબ જ જરૂરી છે.
આ પહેલ પાછળનો મુખ્ય હેતુ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભારતીય રસ્તાઓની ગુણવત્તામાં સુધારો કરવાનો છે. જ્યારે આવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે ત્યારે સંબંધિત અધિકારીઓ અને તંત્ર સુધી સીધો અવાજ પહોંચે છે, જેનાથી તાત્કાલિક ધોરણે રીપેરિંગ કામ શરૂ થઈ શકે છે. રસ્તાઓ સારા હશે તો અકસ્માતો ઘટશે અને રોડ સેફટી પણ સુનિશ્ચિત થઈ શકશે.
આગામી સમયમાં આ પગલાથી રોડ કન્સ્ટ્રક્શન અને ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રમાં પારદર્શિતા વધશે તેવી પૂરી આશા છે. જનતાની જાગૃતિ અને સોશિયલ મીડિયાની તાકાતથી કોન્ટ્રાક્ટરો અને જવાબદાર વિભાગો પણ પોતાના કામ પ્રત્યે વધુ ગંભીર બનશે. મંત્રીની આ અપીલ બાદ હવે દેશભરમાંથી ખરાબ રસ્તાઓના વીડિયો શેર કરવાનો સિલસિલો ઝડપથી વધે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.
