સર્બિયાની રાજનીતિમાં લાંબા સમયથી ચાલી આવતી સત્તાને હચમચાવનારી એક મોટી ઘટના સામે આવી છે. લગભગ 2 વર્ષના લાંબા વિરોધ પ્રદર્શનો બાદ સ્ટુડન્ટ લિસ્ટ નામના અનોખા ગ્રુપે ચૂંટણીમાં શાનદાર વિજય મેળવીને સંસદમાં બહુમતી હાંસલ કરી છે. આ જીત સાથે જ વર્ષ 2014થી દેશની રાજનીતિ પર દબદબો ધરાવતા રાષ્ટ્રપતિ એલેક્ઝાડ્ર વુસિકના શાસનનો અંત આવ્યો છે. આ ઐતિહાસિક જીત બાદ રવિવારે રાત્રે બેલગ્રેડના રસ્તાઓ પર લોકોએ ફટાકડા ફોડીને અને ફુગ્ગા ઉડાડીને ભવ્ય ઉજવણી કરી હતી અને જંગી રેલીઓ કાઢી હતી.
આ ચૂંટણીમાં સ્ટુડન્ટ લિસ્ટે આશરે 2.2 મિલિયન મત મેળવ્યા હતા, જ્યારે રાષ્ટ્રપતિની પાર્ટીને આશરે 1.7 મિલિયન મત મળ્યા હતા. ખાસ વાત એ છે કે કોઈ એક મોટા નેતાને આગળ કરવાને બદલે આ ગ્રુપે 250 જેટલા જુદા જુદા ક્ષેત્રોના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. આ લિસ્ટમાં જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉ. ઇલિયા સ્ર્ડાનોવિક, સેન્ટ્રલ બેંકના પૂર્વ ગવર્નર દેજાન સોસ્કીચ, બાસ્કેટબોલ સ્ટાર દેજાન બોદિરોગા તેમજ કેમિસ્ટ્રીના પ્રોફેસર રાદોમિર સાજિચ જેવી જાણીતી હસ્તીઓ સામેલ છે. નવેમ્બર 2024માં નોવી સાદ શહેરમાં રેલવે સ્ટેશનની છત ધરાશાયી થવાની દુર્ઘટનામાં 16 લોકોના મોત થયા બાદ ભ્રષ્ટાચાર અને જવાબદારી સામે શરૂ થયેલું આ આંદોલન હવે સીધું સત્તા સુધી પહોંચી ગયું છે.
ચૂંટણીમાં ભલે આ લિસ્ટે જીત મેળવી લીધી હોય, પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે દેશનો આગામી વડાપ્રધાન કોણ બનશે અને કેબિનેટમાં કોનો સમાવેશ થશે. સર્બિયાના બંધારણ મુજબ ચૂંટણી પરિણામોના 30 દિવસમાં સંસદ બોલાવવી ફરજિયાત છે અને પ્રથમ બેઠક બાદ નવી સરકાર રચવા માટે 90 દિવસનો સમય મળે છે. આ નવા શાસકો સામે વધતું પબ્લિક અને પ્રાઇવેટ દેવું, યુરોપિયન યુનિયન સાથેના સંબંધો અને રશિયા સામેની નીતિ જેવા ગંભીર આર્થિક અને વિદેશી પડકારો મોઢા
