JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

સરકારી કંપનીઓના કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થું વધીને 59.1 ટકા થયું

Oct 28, 2026 | 13:25 | By JAMNAGAR MIRROR
સરકારી કંપનીઓના કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થું વધીને 59.1 ટકા થયું
કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયે પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસના એક્ઝિક્યુટિવ્સ અને સુપરવાઇઝર્સ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. નવી જાહેરાત મુજબ હવે 59.1 ટકાના દરે DA મળશે અને આ સુધારો 1 ઓક્ટોબર, 2026થી લાગુ થશે.

કેન્દ્ર સરકાર હેઠળ આવતી સરકારી કંપનીઓ એટલે કે CPSEsના કર્મચારીઓ અને અધિકારીઓ માટે મોંઘવારી ભથ્થામાં મોટો વધારો કરવામાં આવ્યો છે. નાણાં મંત્રાલયના પબ્લિક એન્ટરપ્રાઇઝિસ ડિપાર્ટમેન્ટે આ અંગે એક ઓફિસ મેમોરેન્ડમ બહાર પાડીને ઇન્ડસ્ટ્રિયલ ડિયરનેસ અલાઉન્સ એટલે કે IDAના નવા દરોની જાહેરાત કરી છે. અગાઉ આ દર 55.7 ટકા હતો, જે હવે વધારીને 59.1 ટકા કરી દેવામાં આવ્યો છે અને આ નવો ફેરફાર 1 ઓક્ટોબર, 2026થી અમલમાં આવી ગયો છે. આ નિર્ણયથી ONGC, SAIL અને BHEL જેવી મોટી સરકારી કંપનીઓમાં કામ કરતા હજારો કર્મચારીઓને સીધો આર્થિક ફાયદો મળશે.

આ નવા આદેશ મુજબ જુદા જુદા પે-સ્કેલ મુજબ DAના દરો અલગ-અલગ રહેશે. જે કર્મચારીઓ 2017ના પે-સ્કેલ હેઠળ આવે છે તેમને 59.1 ટકા DA મળશે, જ્યારે 2007ના પે-સ્કેલવાળા કર્મચારીઓ માટે આ દર 249.2 ટકા અને 1997ના પે-સ્કેલવાળા માટે 489.5 ટકા રહેશે. આ ઉપરાંત 1987ના પે-સ્કેલ ધરાવતા એક્ઝિક્યુટિવ્સને સરેરાશ AICPIના આધારે આશરે 18,728 રૂપિયા સુધીનું DA મળી શકે છે. જૂની પદ્ધતિ મુજબ આ વધારામાં 215 પોઇન્ટ અથવા 430 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આ લાભ બોર્ડ લેવલના પદો, તેનાથી નીચેના પદો અને નોન-યુનિયનાઇઝ્ડ સુપરવાઇઝર્સને મળશે.

સામાન્ય સરકારી કર્મચારીઓને અપાતા DA કરતા CPSE કર્મચારીઓનું IDA અલગ હોય છે જ્યાં કેન્દ્ર સરકારના કર્મચારીઓનું DA દર 6 મહિને રિવાઇઝ થાય છે, ત્યાં IDA દર 3 મહિને બદલાય છે. સરકારના તમામ મંત્રાલયો અને ડિપાર્ટમેન્ટ્સને સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાના હેઠળ આવતી તમામ CPSE કંપનીઓને આ નવા નિયમની જાણ કરે જેથી સમયસર કર્મચારીઓને વધેલા ભથ્થાનો લાભ મળી શકે. આ ગણતરી સામાન્ય રીતે સરેરાશ AICPIના આધારે ફોર્મ્યુલા મુજબ કરવામાં આવે છે.

LATEST ARTICLES