JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

નવેમ્બરની પહેલી તારીખથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, તમારા ખિસ્સા પર સીધી અસર પડશે

Oct 28, 2026 | 12:31 | By JAMNAGAR MIRROR
નવેમ્બરની પહેલી તારીખથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, તમારા ખિસ્સા પર સીધી અસર પડશે
નવેમ્બર મહિનાની શરૂઆત સાથે જ દેશમાં ગેસના ભાવ, જીએસટી પ્રક્રિયા અને મોબાઇલ કોલિંગ સંબંધિત નિયમોમાં મોટા બદલાવ થવા જઈ રહ્યા છે. આ ફેરફારો સામાન્ય નાગરિકો, વેપારીઓ અને વાહનચાલકોના દૈનિક જીવનને સીધી અસર કરશે, તેથી દરેક માટે આ અંગે જાણી લેવું ખૂબ જ જરૂરી છે.

નવેમ્બર મહિનાની શરૂઆતની સાથે જ દેશભરમાં સામાન્ય નાગરિકો, વેપારીઓ અને વાહનચાલકોની દિનચર્યાને અસર કરતા કેટલાક મહત્વના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. પહેલી નવેમ્બરથી રાંધણગેસ એટલે કે એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા ઉપરાંત જીએસટી પ્રક્રિયા, મોબાઇલ પર ફોન કરનારની ઓળખ અને કેટલાક રાજ્યોમાં પેમેન્ટ તેમજ ટ્રાફિક સંબંધિત નવી વ્યવસ્થાઓ અમલમાં આવવાની શક્યતા છે. દર મહિનાની પહેલી તારીખે તેલ વિતરણ કરતી કંપનીઓ ગેસના ભાવની સમીક્ષા કરતી હોય છે, ત્યારે આ વખતે પણ 1 નવેમ્બરે નવા ભાવો જાહેર થશે જે નક્કી કરશે કે સામાન્ય જનતાના રસોડાનું બજેટ કેટલું હળવું કે ભારે થશે.

આ ફેરફારોમાં બીજો સૌથી મોટો મુદ્દો બિઝનેસમેન અને વેપારીઓ માટે જીએસટી પ્રક્રિયાનો છે. નાના વેપારીઓ પર દસ્તાવેજોનો બોજ ઘટાડવા અને ટેક્સ રિફંડની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સરકારી સ્તરે સુધારાની તૈયારીઓ ચાલી રહી છે, જેમાં કેટલાક કેસમાં ઓટોમેટિક મંજૂરી પણ મળી શકે છે. આ ઉપરાંત, તમિલનાડુમાં 1000 રૂપિયાથી વધુ કિંમતની શરાબની બોટલના વેચાણ માટે ડિજિટલ પેમેન્ટ ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જ્યારે મહારાષ્ટ્રમાં મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર માલવાહક વાહનોના પ્રવેશને લઈને નિયંત્રણો મૂકવાની તૈયારી છે. મોબાઇલ યૂઝર્સ માટે પણ એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે, જેમાં ટેલિકોમ વિભાગ દ્વારા ફોન કરનારની સાચી ઓળખ સ્ક્રીન પર દેખાય તેવી વ્યવસ્થા લાવવા માટે સૂચનાઓ અપાઈ છે, જેથી અજાણ્યા નંબરથી આવતા સ્પામ કે ફ્રોડ ફોનથી બચી શકાય.

જોકે, આ તમામ ફેરફારો દેશભરમાં એક સરખી રીતે લાગુ નથી થવાના કારણ કે કેટલાક નિયમો રાજ્ય વિશિષ્ટ છે અને કેટલાકની અંતિમ અમલવારી સંબંધિત વિભાગોની સત્તાવાર જાહેરાત પર નિર્ભર છે. રાંધણગેસ અને વિમાની ઈંધણના ભાવો વધશે કે ઘટશે તે કંપનીઓની જાહેરાત બાદ જ સ્પષ્ટ થશે. આ સ્થિતિને જોતા ગ્રાહકો અને વેપારીઓએ કોઈપણ પ્રકારની અડચણથી બચવા માટે સંબંધિત સરકારી વિભાગોની અપડેટ્સ પર નજર રાખવી ખૂબ જ અનિવાર્ય બનશે.

LATEST ARTICLES