JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

દેશમાં ૧.૩૬ અબજથી વધુ લોકોના હાથમાં સ્માર્ટફોન, યુઝર્સની બાબતમાં દિલ્હી મોખરે

Oct 28, 2026 | 12:15 | By JAMNAGAR MIRROR
દેશમાં ૧.૩૬ અબજથી વધુ લોકોના હાથમાં સ્માર્ટફોન, યુઝર્સની બાબતમાં દિલ્હી મોખરે
ટ્રાઈના તાજેતરના ડેટા અનુસાર દેશમાં મોબાઇલ યઝુર્સની સંખ્યા વધીને ૧.૩૬ અબજને પાર પહોંચી છે. દિલ્હી ૩૭૫.૬૫% ટેલિ-ડેન્સિટી સાથે સમગ્ર દેશમાં ટોચના ક્રમે છે, જ્યારે બિહાર આ મામલે સૌથી પાછળ રહ્યું છે. 5જી ઇન્ટરનેટ અને બ્રોડબેન્ડના વપરાશમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે.

આજકાલ ડિજિટલ યુગમાં દરેકના હાથમાં મોબાઈલ જોવા મળે છે અને તેના તાજા આંકડા પણ આ વાતની સાક્ષી પૂરે છે. ટ્રાઈના નવા રિપોર્ટ મુજબ સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં દેશમાં મોબાઇલ ફોન યુઝર્સની કુલ સંખ્યા વધીને આશરે 1.368 અબજ થઈ ગઈ છે. ઓગસ્ટ મહિનાની સરખામણીમાં આ આંકડામાં 0.53 ટકાનો વધારો નોંધાયો છે, જેના કારણે ભારતની એકંદર ટેલિ-ડેન્સિટી પણ સુધરીને 95.52 ટકા પર પહોંચી ગઈ છે. ખાસ કરીને શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ 5જી વાયરલેસ ઇન્ટરનેટ વાપરનારાઓની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે.

આંકડાકીય વિગતો પર નજર કરીએ તો દેશમાં કુલ ટેલિફોન સબ્સ્ક્રાઇબર્સમાંથી શહેરી વિસ્તારનો હિસ્સો 59.05% એટલે કે આશરે 807.7 મિલિયન છે, જ્યારે ગ્રામીણ હિસ્સો 40.95% એટલે કે આશરે 560.1 મિલિયન છે. શહેરોમાં એક વ્યક્તિ પાસે એક કરતાં વધુ સિમ કાર્ડ હોવાના કારણે ત્યાં ટેલિ-ડેન્સિટી 155.85% રહી હતી, જ્યારે ગામડાઓમાં તે 61.30% નોંધાઈ હતી. રાજ્યવાર યાદીમાં દિલ્હી 375.65% ટેલિ-ડેન્સિટી સાથે સૌથી મોખરે છે, જ્યારે બિહાર 64.49% સાથે આ યાદીમાં સૌથી નીચેના ક્રમે છે. વાયરલેસ કનેક્ટિવિટીનો ઉપયોગ કરનારા ગ્રાહકોની કુલ સંખ્યા વધીને 1.319 અબજ થઈ ગઈ છે, જેમાં ગ્રાહકો જોડવાના મામલે જીઓ અને એરટેલ સૌથી આગળ રહ્યા છે.

બજારના કુલ હિસ્સાની વાત કરીએ તો જીઓ 39.32% એટલે કે આશરે 511.1 મિલિયન યુઝર્સ સાથે પ્રથમ નંબરે છે, અને એરટેલ 394.2 મિલિયન એટલે કે 38.02% યુઝર્સ સાથે બીજા ક્રમે છે, જોકે સક્રિય યુઝર્સની બાબતમાં એરટેલ આગળ રહ્યું છે. દેશમાં બ્રોડબેન્ડ યુઝર્સની કુલ સંખ્યા પણ વધીને 1.108 અબજ પર પહોંચી ગઈ છે. આ ઉપરાંત 5જી એર ફાઈબરના કનેક્શન્સમાં પણ 1.13 ટકાનો વધારો થઈને કુલ 13.6 મિલિયન કનેક્શન થયા છે, જેમાં એકલા જીઓ પાસે 9.52 મિલિયન અને એરટેલ પાસે 4.09 મિલિયન કનેક્શન્સ છે. ટેલிகમ્યુનિકેશન ક્ષેત્રની આ તેજી આગામી દિવસોમાં દેશના ડિજિટલ વિકાસને વધુ મજબૂત બનાવશે તે નક્કી છે.

LATEST ARTICLES