દેશમાં નેશનલ હાઇવેના નિર્માણ કાર્યને લઈને કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ અત્યંત કડક વલણ અપનાવ્યું છે. તેમણે ખરાબ ગુણવત્તાવાળા હાઇવે બનાવવાની જવાબદારી જે કંપનીઓની છે તેમને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી છે. સરકાર હવે રોડની ગુણવત્તા બાબતે જરાય બાંધછોડ કરવાના મૂડમાં નથી અને બેદરકાર કોન્ટ્રાક્ટરો સામે સખત પગલાં લેવામાં આવી રહ્યા છે.
ગડકરીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે અત્યાર સુધીની તપાસમાં જે કંપનીઓ હાઇવેના પુઅર ક્ધસ્ટ્રક્શન અને મેન્ટેનન્સમાં દોષિત સાબિત થઈ છે, તેમને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે. સરકારનું માનવું છે કે હાઇવે બનાવતા કોન્ટ્રાક્ટરોને તેમના કામ માટે સીધા જવાબદાર ઠેરવવા ખૂબ જ જરૂરી છે, જેથી કામમાં ગુણવત્તા જળવાઈ રહે અને સામાન્ય જનતાને ઉત્તમ સુવિધાઓ મળી શકે.
સરકારના આ કડક પગલાં પાછળનો મુખ્ય હેતુ દેશભરમાં હાઇવેની ગુણવત્તા સુધારવાનો અને કડક ધોરણોનું પાલન કરાવવાનો છે. આગામી સમયમાં પણ આ પ્રકારની કડસાઈ ચાલુ રહેશે જેથી રોડ નિર્માણમાં ભ્રષ્ટાચાર કે નબળાઈ આચરતી એજન્સીઓમાં મોટો ફફડાટ ફેલાયો છે અને રોડ સેફટી વધુ મજબૂત બનશે.
