ઓફિસના ફ્રિજમાંથી ખાવાનું ચોરી થવાનો રોજબરોજનો કિસ્સો હવે એક મોટી નોકરીની કટોકટીમાં ફેરવાઈ ગયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક ઘટના મુજબ, મેલિસા નામની એક મહિલા કર્મચારી સામે ઓફિસમાં ફોર્મલ તપાસ બેસાડવામાં આવી છે કારણ કે તેણે બદલો લેવા માટે પોતાના જ મેનેજરનું લંચ ખાઈ લીધું હતું. એક્સ પર શેર કરવામાં આવેલી આ કહાનીને 400,000થી વધુ વ્યૂઝ મળ્યા છે અને લોકો આ મામલે બેતરફી વલણ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. વાયરલ થયેલા સ્ક્રીનશૉટ્સમાં એચઆર પ્રતિનિધિ રેબેકા અને મેલિસા વચ્ચેની વાતચીત સામે આવી છે, જેમાં સીસીટીવી ફુટેજ ટાંકીને જણાવવામાં આવ્યું છે કે મેલિસાએ 5 ઓક્ટોબરે સોમવારે બપોરે 13:07 વાગ્યે સ્ટાફ રેફ્રિજરેટરમાંથી આ ભોજન લીધું હતું.
એચઆર દ્વારા મેલિસાને મોકલેલા મેસેજમાં આ ઘટનાને ફોર્મલ ઇન્વેસ્ટિગેશન અને ગ્રોસ મિસકંડક્ટ ગણાવવામાં આવી છે અને 9 ઓક્ટોબરે શુક્રવારે સવારે 10 વાગ્યે શિસ્તભંગની મીટિંગમાં હાજર રહેવા આદેશ અપાયો હતો. જો કે, મેલિસાએ પોતાની સફાઈ આપતા જણાવ્યું હતું કે તેણે આ પગલું મજબૂરીમાં ભરવું પડ્યું હતું કારણ કે છેલ્લા 2 મહિનામાં તે મેનેજર દ્વારા તેનું પોતાનું લંચ 3 વખત ચોરી થઈ ચૂક્યું હતું. મેલિસાએ દાવો કર્યો હતો કે તેણે અગાઉ જ ચેતવણી આપી હતી કે જો મેનેજર આવું કરવાનું બંધ નહીં કરે તો તે પણ બદલામાં તેમનું ખાવાનું ખાઈ જશે. મેલિસાએ એચઆરને સીધો સવાલ કર્યો કે જ્યારે મેનેજર તેનું લંચ લેતી હતી ત્યારે તેને ચોરી કેમ નહોતી ગણવામાં આવતી અને માત્ર તેના માટે જ નિયમો કેમ લાગુ પડે છે?
આ વિવાદ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો છે અને યુઝર્સ બે જૂથમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકોનું કહેવું છે કે કોઈનું પણ લંચ વગર પરવાનગી ખાઘું એ વરતણૂકનો ગંભીર ભંગ છે અને શિસ્તભંગના પગલાં યોગ્ય છે, તો વળી મોટાભાગના યુઝર્સ સવાલ કરી રહ્યા છે કે જો કર્મચારી પર તપાસ થઈ શકે તો મેનેજર સામે પણ શા માટે તપાસ ન થવી જોઈએ? રેબેકાએ દવો કર્યો છે કે મેનેજરે લંચ લેવાની વાત નકારી કાઢી છે, પરંતુ મેલિસાએ આ મામલે સત્તાવાર ગ્રિફ્વન્સ દાખલ કરીને બંને માટે એક જ સરખા નિયમોની માંગ કરી છે. આ કિસ્સો હાલમાં વર્કપ્લેસના નિયમો, જવાબદારી અને ડબલ સ્ટાન્ડર્ડને લઈને ચર્ચાના એરણે ચડ્યો છે.
