JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવની સીધી અસર ક્રિપ્ટો માર્કેટ પર, બિટકોઈન પણ પ્રેશરમાં

Oct 28, 2026 | 08:40 | By JAMNAGAR MIRROR
મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવોમાં ઉછાળાને કારણે સોના કે ઓઈલની જેમ બિટકોઈન પણ સેફ હેવન સાબિત નથી થઈ રહ્યો. આ વૈશ્વિક હલચલથી ભારતીય ક્રિપ્ટો ઈન્વેસ્ટરોએ પણ સાવચેત રહેવાની જરૂર છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવની અસર હવે માત્ર ઓઈલ માર્કેટ પૂરતી સીમિત નથી રહી, પરંતુ તેની સીધી આંચકી ક્રિપ્ટો કરન્સી માર્કેટને પણ લાગી રહી છે. જ્યારે પણ દુનિયામાં કોઈ ભૌગોલિક તણાવ કે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે, ત્યારે બિટકોઈન જેવા ડિજિટલ એસેટ્સ પણ તેનાથી અછૂતા રહેતા નથી. ઇન્વેસ્ટરો માટે ક્રૂડ ઓઈલના વધતા ભાવ, મોંઘવારી અને વ્યાજદર જેવા પરિબળો હવે બિટકોઈનની ચાલ સમજવા માટે ખૂબ જ મહત્વના બની ગયા છે. બાયબિટ ઈન્ડિયાના કન્ટ્રી મેનેજર વિકાસ ગુપ્તાના જણાવ્યા મુજબ, આવી વૈશ્વિક અનિશ્ચિતતાઓ બજારમાં શોર્ટ-ટર્મ વોલેટિલિટી વધારી દે છે, જે સાબિત કરે છે કે હવે ક્રિપ્ટો માર્કેટ પણ ગ્લોબલ ફાઈનાન્સિયલ માર્કેટ સાથે સીધું જોડાઈ ગયું છે.

ઓઈલ અને બિટકોઈન વચ્ચેનો સંબંધ સમજવા જેવો છે કારણ કે ક્રૂડ ઓઈલ મોંઘું થવાથી ટ્રાન્સપોર્ટેશન અને એનર્જીનો ખર્ચ વધે છે, જે સીધી અસર મોંઘવારી અને સેન્ટ્રલ બેંકના વ્યાજદરના નિર્ણયો પર કરે છે. જો લોન લેવાનું મોંઘું થાય અને માર્કેટમાં ટાઈટનેસ વધે, તો લોકો રિસ્કી એસેટ્સમાં પૈસા રોકવાનું ટાળે છે, જેના કારણે બિટકોઈન પર પ્રેશર વધે છે. હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્વના જળમાર્ગમાંથી રોજ આશરે 20 મિલિયન બેરલ ઓઈલ પસાર થાય છે, અને તેમાં જરાય અડચણ આવે તો ગ્લોબલ માર્કેટ હલી જાય છે. તાજેતરમાં જ 12 ઓક્ટોબરના રોજ જ્યારે ઓઈલના ભાવ વધીને પ્રતિ બેરલ $106 ઉપર પહોંચ્યા ત્યારે બિટકોઈનમાં અંદાજે 1.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને તે ઘટીને $82,554 પર આવી ગયો હતો, જે બતાવે છે કે એનર્જી માર્કેટની હલચલ ક્રિપ્ટોને પણ કેવી રીતે હચમચાવી નાખે છે.

ઘણા લોકો એમ માને છે કે બિટકોઈન એ સોનાની જેમ મુશ્કેલ સમયમાં સેફ હેવન છે, પરંતુ વાસ્તવિકતામાં વૈગોલિક તણાવ સમયે ઇન્વેસ્ટરો લિક્વિડિટી જાળવવા માટે આવા વોલેટાઈલ એસેટ્સથી દૂર રહેવાનું પસંદ કરે છે. ભારતીય ક્રિપ્ટો ઈન્વેસ્ટરોએ માત્ર બિટકોઈનની રોજેરોજની પ્રાઈઝ મુવમેન્ટ જોવાને બદલે 4 મુખ્ય બાબતો પર નજર રાખવી જોઈએ, જેમાં ક્રૂડ ઓઈલના ભાવ, સેન્ટ્રલ બેંકની મોનિટરી પૉલિસી, માર્કેટ લિક્વિડિટી અને ઇન્સ્ટીટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ ફ્લોસ સામેલ છે. એક્સપોર્ટર્સ સલાહ આપે છે કે ક્રિપ્ટો માર્કેટમાં વોલેટિલિટી કાયમ રહેવાની છે, તેથી કોઈપણ મોટા સમાચાર જોઈને ગભરાઈને ઉતાવળા નિર્ણયો લેવાને બદલે પોતપોતાની રિસ્ક લેવાની ક્ષમતા મુજબ જ રોકાણ કરવું જોઈએ.

LATEST ARTICLES