JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

વેસ્ટ ઈન્ડિઝના કોચ ડેરેન સેમી કેમ બોલ્યા કે ભારત એક ખતરનાક ટીમ છે

Oct 28, 2026 | 08:20 | By JAMNAGAR MIRROR
વેસ્ટ ઈન્ડિઝના કોચ ડેરેન સેમી કેમ બોલ્યા કે ભારત એક ખતરનાક ટીમ છે
ભારત સામેની ટી-20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરીને 2-2થી ડ્રો મેળવનાર વેસ્ટ ઈન્ડિઝના કોચ ડેરેન સેમીએ પોતાની ટીમની પીઠ થાબડી છે. તેમણે કહ્યું કે ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમની વિસ્ફોટક બેટિંગ જોયા પછી તેમને સમજાઈ ગયું કે તેમની ટીમનું પ્રદર્શન કેટલું મોટું હતું.

વેસ્ટ ઈન્ડિઝના હેડ કોચ ડેરેન સેમીએ ભારત સામેની તાજેતરની ટી-20 સિરીઝમાં પોતાની ટીમ દ્વારા મેળવવામાં આવેલા 2-2ના ડ્રોની પ્રશંસા કરતા ફરી એકવાર આ વાત પર ભાર મૂક્યો છે કે ડિફેન્ડિંગ ચેમ્પિયન અને પોતાના હોમગ્રાઉન્ડ પર રમી રહેલી ભારતીય ટીમ સામે લડવું કેટલું અઘરું છે. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારતીય બેટર્સ દ્વારા કરવામાં આવેલા રેકોર્ડબ્રેક પ્રદર્શન બાદ સેમીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, આ જ કારણ છે કે મેં મારી ટીમની પ્રશંસા કરી હતી કેમ કે ભારત એક ખતરનાક ટીમ છે. તેમણે નાની બાઉન્ડ્રીઝ, બેટિંગ ફ્રેન્ડલી પિચો અને બોલર્સ માટે ભીના બોલ સાથે પડકારોનો સામનો કરવા જેવી બાબતોનો ઉલ્લેખ કર્યો હતો, જે દર્શાવે છે કે આ શોર્ટ ફોર્મેટમાં ભારત શા માટે સૌથી મજબૂત ટીમ છે.

આ પહેલાં ભારતે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટી-20 મેચમાં માત્ર 13.2 ઓવર્સમાં જ 199 રનનું લક્ષ્ય હાંસલ કરીને 6 વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો અને 5 મેચની સિરીઝમાં 3-0ની અજેય સરસાઈ મેળવી હતી. આ મેચમાં અભિષેક શર્મા અને ટીનેજ સેન્સેશન વૈભવ સૂર્યવંશીએ માત્ર 7.1 ઓવર્સમાં જ 133 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરીને મેચનું પાસું ફેરવી નાખ્યું હતું. અભિષેકે માત્ર 38 બોલમાં 113 રનની આતશબાજી કરી હતી, જેમાં 9 ચોગ્ગા અને 11 છગ્ગા સામેલ હતા, જ્યારે વૈભવે 19 બોલમાં 45 રનનું યોગદાન આપ્યું હતું. આ ખતરનાક બેટિંગના જોરે ભારતે પાવરપ્લેમાં જ કોઈ વિકેટ ન ગુમાવીને 118 રન બનાવી દીધા હતા, જે મેન્સ ટી-20 ઈન્ટરનેશનલમાં ફુલ મેમ્બર દેશ દ્વારા પાવરપ્લેનો સૌથી મોટો રેકોર્ડ છે. ભારતીય બેટર્સે માત્ર 2.2 ઓવર્સમાં જ ટીમની ફિફ્ટી પૂરી કરી લીધી હતી અને માત્ર 5 ઓવર્સમાં ટીમનો સ્કોર 100 રન સુધી પહોંચાડી દીધો હતો.

વેસ્ટ ઈન્ડિઝે ભારતીય ટીમ સામે કડક સ્પર્ધા આપીને સિરીઝ 2-2થી ડ્રો કરાવી હતી, જોકે બેંગ્લુરુમાં રમાનાર છેલ્લી મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી. સેમીનું માનવું છે કે જ્યારે સિરીઝ શરૂ થઈ ત્યારે કદાચ કોઈને લાગતું ન હતું કે વેસ્ટ ઈન્ડિઝ જીતી શકશે, પરંતુ તેમની ટીમણે સાબિત કરી દીધું કે તેઓ ચેમ્પિયન્સને ટક્કર આપી શકે છે. સેમીએ સ્વીકાર્યું કે તેમની ટીમ પોતાની મર્યાદાઓ અને પડકારો જાણે છે, પરંતુ ભારતની યજમાનીમાં રહીને તેમને હાઇ-વોલ્ટેજ મેચોમાં ટક્કર આપવી અને અમુક ક્ષેત્રોમાં તેમના કરતા સારું પ્રદર્શન કરવું એ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ માટે એક મોટું પગલું સાબિત થયું છે.

LATEST ARTICLES