JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

ભારત-ન્યુઝીલેન્ડ ચોથી T20I મેચ પહેલા જ 11 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, ઓકલેન્ડનું સ્ટેડિયમ હાઉસફુલ

Oct 28, 2026 | 08:15 | By JAMNAGAR MIRROR
ભારત-ન્યુઝીલેન્ડ ચોથી T20I મેચ પહેલા જ 11 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, ઓકલેન્ડનું સ્ટેડિયમ હાઉસફુલ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 30 ઓક્ટોબરે ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે ચોથી T20I મેચ રમાવાની છે. આ રોમાંચક મુકાબલા માટે સ્ટેડિયમની તમામ ટિકિટો સોલ્ડ આઉટ થઈ ગઈ છે અને 41000 દર્શકોની ક્ષમતાવાળું આ મેદાન ખચોખચ ભરેલું રહેશે, જેના કારણે છેલ્લા 11 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે.

ક્રિઝ પર જ્યારે અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશી જેવા ખેલાડીઓ હોય ત્યારે ક્રિકેટ ચાહકો માટે રોમાંચ બેવડાઈ જતો હોય છે. વેલિંગ્ટનમાં આ બંને યુવા બેટ્સમેનોએ જે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું, ત્યારથી જ ચાહકોમાં આગામી મેચને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ રોમાંચક T20I સીરિઝની ચોથી મેચ આગામી 30 ઓક્ટોબરે ઓકલેન્ડના પ્રખ્યાત ઈડન પાર્ક ખાતે રમાવાની છે, જેને લઈને ક્રિકેટ જગતમાં અત્યારથી જ ભારે ચર્ચા છે.

આ મેચને લઈને સ્ટેડિયમમાં ભીડના તમામ જૂના રેકોર્ડ તૂટવાના પૂરા એંધાણ છે, કારણ કે મેચની તમામ ટિકિટો અગાઉથી જ વેચાઈ ચૂકી છે. આ બધી ટિકિટો સોલ્ડ આઉટ થવાનો સીધો મતલબ એ છે કે 41000 ની ભવ્ય ક્ષમતાવાળું ઈડન પાર્ક સ્ટેડિયમ મેચના દિવસે ચાહકોથી ખચોખચ ભરેલું જોવા મળશે. ખાસ વાત એ છે કે પૂરા 11 વર્ષ પછી આટલી મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ કોઈ ઈન્ટરનેશનલ મેચ જોવા માટે આ સ્ટેડિયમમાં એકઠા થઈ રહ્યા છે. છેલ્લે વર્ષ 2015ના વર્લ્ડકપની સેમિફાઇનલ મેચ વખતે ઈડન પાર્ક આ પ્રકારે દર્શકોથી હાઉસફુલ થયું હતું.

વેલિંગ્ટનમાં અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીએ પાવરપ્લે દરમિયાન જે તોફાની બેટિંગ કરી હતી, તેણે T20 ક્રિકેટના તમામ પુરાા રેકોર્ડ તોડી નાખ્યા હતા. તેમની વિસ્ફોટક બેટિંગ જોઈને ચાહકોને એવું લાગ્યું કે તેઓ કોઈ મેચ નહીં પણ એક્શનથી ભરપૂર ફિલ્મ જોઈ રહ્યા છે. યુવા ખેલાડીઓનો આ જાદુ અને સમગ્ર સીરિઝમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન જ મુખ્ય કારણ છે કે જેના લીધે ચાહકો આટલી મોટી સંખ્યામાં સ્ટેડિયમ તરફ ખેંચાઈ આવ્યા છે.

LATEST ARTICLES