JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

અમેરિકા માટે ઈરાન સાથેનું યુદ્ધ મોંઘું સાબિત થયું, ખર્ચ વધીને 47 અબજ ડૉલરને પાર પહોંચ્યો

Oct 28, 2026 | 06:55 | By JAMNAGAR MIRROR
અમેરિકા માટે ઈરાન સાથેનું યુદ્ધ મોંઘું સાબિત થયું, ખર્ચ વધીને 47 અબજ ડૉલરને પાર પહોંચ્યો
પેન્ટાગોનના આંકડા મુજબ ઈરાન યુદ્ધનો ખર્ચ અગાઉના અંદાજ કરતાં 25 ટકાથી વધુ વધી ગયો છે. આ વધતા આર્થિક બોજને કારણે નવેમ્બરની ચૂંટણી પહેલા રિપબ્લિકન પાર્ટી અને પ્રેસિડેન્ટ ડૉનાલ્ડ ટ્રમ્પ સામે રાજકીય મુશ્કેલીઓ ઊભી થઈ છે અને વૈશ્વિક એનર્જી કોસ્ટ પર પણ મોટી અસર પડી છે.

અમેરિકાની સેના દ્વારા ઈરાન સામે લડવામાં આવી રહેલા યુદ્ધનો કુલ ખર્ચ હવે 47 અબજ ડૉલર એટલે કે અંદાજે 47 અબજથી પણ વધુ થઈ ગયો છે અને આ આંકડો સતત ઉપર જઈ રહ્યો છે. પેન્ટાગોનના ડેટા અનુસાર, જુલાઈ મહિનામાં ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સ દ્વારા જે 37.5 અબજ ડૉલરનો અંદાજ મૂકવામાં આવ્યો હતો, તેના કરતાં આ વર્તમાન ખર્ચ 25 ટકા કરતા પણ વધુ છે. જોકે, હજુ સુધી પેન્ટાગોન તરફથી આ ખર્ચના આંકડા અંગે કોઈ સત્તાવાર જાહેર નિવેદન આવ્યું નથી, પરંતુ આ ખુલાસાથી અમેરિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

આ યુદ્ધના વધતા ખર્ચ અને તેના કારણે ગ્લોબલ એનર્જીના ભાવોમાં થયેલા વધારાને લીધે આગામી 3 નવેમ્બરની ચૂંટણી પહેલા રિપબ્લિકન કેન્ડિડેટ્સ સામેનું જનસમર્થન ઘટી રહ્યું છે અને પ્રેસિડેન્ટ ડૉનાલ્ડ ટ્રમ્પની અપ્રૂવલ રેટિંગ્સ પર પણ માઠી અસર પડી છે. પેન્ટાગોનના લેટેસ્ટ અંદાજ મુજબ, યુદ્ધમાં વપરાયેલા હથિયારો અને મ્યુનિશિયન્સ રિપ્લેસ કરવા પાછળ જ 29 અબજ ડૉલરથી વધુનો ખર્ચ થવાની ધારણા છે. આ ઉપરાંત, યુદ્ધ દરમિયાન ગુમાવેલા એરક્રાફ્ટ અને ડ્રોન જેવા મિલિટરી ઇક્વિપમેન્ટ્સ તથા પ્લેટફોર્મ લૉસને સરભર કરવા માટે પણ 6 અબજ ડૉલરથી વધુ રકમની જરૂર પડશે.

ગયા ફેબ્રુઆરીમાં ઇઝરાયેલ સાથે મળીને શરૂ કરાયેલા આ યુદ્ધની શરૂઆતમાં ટ્રમ્પે તે ખૂબ ટૂંક સમયમાં પૂરું થઈ જશે તેવી આગાહી કરી શરૂઆત કરી હતી, પરંતુ એપ્રિલના સીઝફાયર બાદ ઈરાનને તેની ભૂગર્ભ સુવિધાઓ અને ડિફેન્સ સિસ્ટમ ફરીથી સક્રિય કરવાનો સમય મળી ગયો. આ સ્થિતિ વચ્ચે યુએસ અધિકારીઓના જણાવ્યા મુજબ, પેન્ટાગોન હવે મિડટર્મ ઇલેક્શન બાદ ફરીથી હેવી ફાઇટીંગ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે અને ઈરાનની ઓઇલ એક્સપોર્ટ રોકવા માટે નૌકાદળની નાકાબંધી પણ લાગુ કરવામાં આવી છે. હાલના આ આંકડાઓમાં ફ્લાઇટ ઓપરેશન્સથી લઈને સાયબર સપોર્ટ સુધીના ખર્ચનો સમાવેશ થાય છે, પરંતુ ઈરાની હુમલાઓમાં નુકસાન પામેલા યુએસ બેઝના રિપેરિંગનો મોટો ખર્ચ તેમાં સ્પષ્ટપણે સામેલ નથી કરાયો.

LATEST ARTICLES