JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

કોવિડ વેક્સિન લીધા પછી પેરામેડિકની ડામાડોળ હાલત, ઈન્ક્વાયરી પેનલ સામે ઘટસ્ફોટ

Oct 28, 2026 | 01:15 | By JAMNAGAR MIRROR
કોવિડ વેક્સિન લીધા પછી પેરામેડિકની ડામાડોળ હાલત, ઈન્ક્વાયરી પેનલ સામે ઘટસ્ફોટ
કેનેડાના આલ્બર્ટામાં એક પેરામેડિક મહિલાએ કોવિડ વેક્સિન લીધા પછી પોતાની કથળતી તબિયત અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. વેક્સિનની આડઅસર બાદ ગંભીર શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હોવાનો દાવો કરતી આ આપવીતીએ સૌને હચમચાવી દીધા છે.

અહીં એલ્વિન ઈન્ક્વાયરી પેનલ સમક્ષ હાજર થઈને આલ્બર્ટાની એક પેરામેડિક Jamie R. Daniel એ પોતાની વેક્સિન જ્યુરીની આપવીતી વર્ણવી હતી. તેમણે જણાવ્યું કે કોવિડ-19 વેક્સિન લીધાના બરાબર બીજા જ દિવસથી તેમની હેલ્થ કટોકટી શરૂ થઈ ગઈ હતી. વેક્સિનની આડઅસરના કારણે તેમના શરીરમાં અસહ્ય પીડા અને નબળાઈ દેખાવા લાગી હતી, જેના કારણે તેમનું સામાન્ય જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.

પેરામેડિક Jamie R. Daniel ના જણાવ્યા અનુસાર, વેક્સિન લીધા પછી તેમને પીઠનો ગંભીર દુખાવો, પગમાં નબળાઈ, સેડલ નમ્બનેસ તેમજ બ્લેડર અને બોવેલ સંબંધિત ગંભીર સમસ્યાઓ ઉભી થઈ હતી. આ તકલીફોને લઈને તેઓ વારંવાર હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દોડી ગયા હતા, પરંતુ ડોક્ટર દ્વારા તેમની સમસ્યાને નજરઅંદાજ કરવામાં આવી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. બાદમાં એક ન્યુરોલોજિસ્ટે એમઆરઆઈ-નેગેટિવ ટ્રાન્સવર્સ મિલાઇટીસ હોવાનું નિદાન કર્યું હતું અને તેને વેક્સિન સાથે જોડ્યું હતું.

આ ગંભીર આરોગ્ય સમસ્યાઓ અને લાંબી સારવાર છતાં, તેમની વેક્સિન ઇન્જરી કોમ્પેન્સેશન ક્લેમ અરજીને ફગાવી દેવામાં આવી હતી, જેના કારણે તેમને માનસિક અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આ કિસ્સો સોશિયલ મીડિયા અને હેલ્થ સેક્ટરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને વેક્સિનની આડઅસર તથા તેની સામે મળતા વળતરના નિયમો પર ફરીથી સવાલો ઉભા થયા છે.

LATEST ARTICLES