JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
હવામાન

અરનાબ વાવાઝોડું ધારણા કરતાં વધુ ઝડપી: આજે વહેલી સવારે આંધ્રપ્રદેશના કિનારે ટકરાશે

Oct 27, 2026 | 23:55 | By JAMNAGAR MIRROR
અરનાબ વાવાઝોડું ધારણા કરતાં વધુ ઝડપી: આજે વહેલી સવારે આંધ્રપ્રદેશના કિનારે ટકરાશે
અતિભયાનક અરનાબ વાવાઝોડું બુધવારે વહેલી સવારે 2 થી 4 વાગ્યાની વચ્ચે લેન્ડફોલ કરે તેવી પૂરી શક્યતા છે. મોસમી વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે કિનારે ત્રાટકશે અને તેની અસરથી પૂર્વ કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલું અતિભયાનક અરનાબ વાવાઝોડું હવે અપેક્ષા કરતા પણ વધુ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેના કારણે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. મંગળવારે સાંજે હવામાન વિભાગે આપેલી અપડેટ મુજબ, આ વાવાઝોડું પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર સક્રિય છે અને તેનો બહારનો સ્પાયરલ બેન્ડ જમીન વિસ્તારમાં પ્રવેશી ચૂક્યો છે. વાવાઝોડાની ગતિ ધારણા કરતા વધુ હોવાથી તે નિર્ધારિત સમય પહેલા જ એટલે કે બુધવારે વહેલી પરોઢે જ કિનારે પહોંચી જશે તેવું સ્પષ્ટ થયું છે.

હવામાન વિભાગની માહિતી મુજબ, મંગળવારે સાંજે 5:30 વાગ્યા સુધીના છેલ્લા 6 કલાક દરમિયાન આ સિસ્ટમ 18 kmph ની ઝડપે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે. આ વાવાઝોડું આંધ્રપ્રદેશ અને યાનમ કિનારા નજીક બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે પસાર થશે. આ દરમિયાન પવનની મહત્તમ ગતિ 125 થી 135 kmph સુધીની રહી શકે છે, જે ક્યારેક વધીને 150 kmph સુધીના જોરદાર સપાટા પણ મારી શકે છે.

વાવાઝોડાની આ અતિભયાનક સ્થિતિને ધ્યાનમાં રાખીને પૂર્વ કિનારાના વિસ્તારોમાં પહેલેથી જ ભારે વરસાદ અને ખરાબ હવામાનનો દોર શરૂ થઈ ગયો છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. વહેલી સવારે 2 વાગ્યા પછી થનારા આ સંભવિત લેન્ડફોલને પગલે આગામી કેટલાક કલાક અત્યંત સંવેદનશીલ બન્યા છે.

LATEST ARTICLES